મહારાષ્ટ્રમાં છેલ્લાં સાડા ત્રણ મહિનામાં કોરોનાને કારણે ૬૨ મૃત્યુ નોંધાયા છે જેમાંથી ૭૧ ટકા એટલે કે ૪૪ મૃત્યુ ૬૦ વર્ષથી વધુ વયના દર્દીઓના નોંધાયા છે. રાજ્યના આરોગ્ય ખાતાએ જાહેર કરેલી માહિતી મુજબ કોરોના કેસ અને મૃત્યુમાં સૌથી વધુ ઉછાળો લગભગ એકવર્ષ બાદ જોવા મળ્યો છે. મૃત્યુ પામેલા વયસ્ક નાગરિકોમાંથી ૫૮ ટકા નાગરિકો કોર્મોબિડિટીસ ધરાવતા હતા તેમજ મૃતકોમાંથી લગભગ ૧૧ ટકા લોકોએ કોઈ રસી લીધી નહોતી. સંક્રમણમાં મોટી સંખ્યામાં પુરુષો મૃત્યુ પામ્યા હતા.
મુલુન્ડની વાત કરીએ તોગત સોમવારથી રવિવાર સુધીમાં કોરોનાના કુલ ૨૭ કેસ નોંધાયા છે જે ગત સપ્તાહ કરતાં થોડા વધારે છે. જોકે મુલુન્ડમાં દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની કે મૃત્યુની ઘટના ઘટી નથી. એપ્રિલ મહિનામાં રવિવાર, તા.૧૬ એપ્રિલના સૌથી વધુ ૯ કેસ નોંધાયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં રવિવારે ૬ ૫૦ નવા કેસ તથા બે મૃત્યુ જેમાંથી ૧ મૃત્યુ મુંબઈ અને એક થાણેમાં નોંધાયું છે. જોકે નિષ્ણાતોના મતે રાજ્યમાં કોવિડના કેસોની સંખ્યા ૮-૧૦ દિવસમાં ઘટી જશે. કમોસમી વરસાદ, તહેવારો અને ભીડના કારણે કોવિડના કેસમાં વધારો નોંધાયો છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w