માનખુર્દમાં પારિવારિક તકરારમાં પડોશીએ પડોશમાં રહેતી મહિલા પર અંધાધૂંધ ગોળીબાર કરી તેની હત્યા કરી હતી. બનાવ બાદ પડોશી તથા તેનો પુત્ર ઓટોરીક્ષામાં બેસી ફરારથઈ ગયા હતા. પોલીસે આરોપી સુરજ સિઘ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર બંને પરિવારો વચ્ચે લાંબા સમયથી કોઈ ને કોઈ મુદ્દે તકરાર ચાલતી હતી. તેમાં તાજેતરમાં ૩૧ વર્ષીય મૃતક મહિલા ફરજાનાએ આરોપીના ભાઈ સામે તેની કિશોર વયની દીકરીની છેડતીનો આરોપ મૂકતી ફરિયાદ બનાવી હતી. તે પછી બંને પરિવારો વચ્ચે અંટસ વધી હતી.
શનિવારે સાંજે ઈન્દિરાનગરમાં બને પડોશીઓ વચ્ચે ફરી તકરાર થઈ હતી તે વખતે આરોપીએ દેશી બનાવટની રિવોલ્વર દ્વારા ફાયરિંગ કરતાં મહિલાનું મોત નીપજ્યું હતું. ઘટના પછી બંને આરોપી રીક્ષામાં બેસીને ભાગતા હોવાનું સીસીટીવી ફૂટેજમાં દેખાયું હતું.ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક વ્યક્તિ ઝઘડો કરે છે. થોડી જ વારમાં મહિલા દોડતી જોવા મળે છે. સીસીટીવી ફૂટેજમાં શૂટરનો ચહેરો પણ જોઈ શકાય છે.
ડીસીપી હેમરાજ સિંઘ રાજપૂતે જણાવ્યું હતું કે બંને આરોપીની ઓળખ કરી લીધી છે. તેમને પકડવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ મામલે માનખુર્દ પોલીસે હત્યાનો કેસ નોંધી વધુ તપાસ આદરી છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w