કચ્છના રાપરમાં ગીતા રબારીના લોક ડાયરામાં 4 કરોડ 50 લાખ રૂપિયા ઉછાળ્યા હતા. આખી રાત આલેલા લોક ડાયરામાં ગીતા રબારીએ જમાવટ કરી હતી.
લોકગાયિકા ગીતા રબારી જ્યારે ગાવાનું ચાલું કરે છે ત્યારે લોકો સાંભળતા જ રહી જાય છે. કચ્છના રાપરમાં આખી રાત ગીતા રબારીએ લોક ડાયરામાં રમઝટ બોલાવી હતી. જેમાં લોકોએ ચાર કરોડથી વધુના રુપિયાનો વરસાદ કર્યો હતો. આખી રાત ગીતા રબારીએ લોક ડાયરામાં જમાવટ કરી હતી. હાલ તેમના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.
કચ્છના રાપરમાં ગીતા રબારીના લોક ડાયરામાં 4 કરોડ 50 લાખ રૂપિયા ઉછાળ્યા હતા. આખી રાત આલેલા લોક ડાયરામાં ગીતા રબારીએ જમાવટ કરી હતી.
ગીતા રબારીને કચ્છની કોયલ તરીકે ઓળખવામાં આવે છે.
લોક ડાયરામાં લોકોએ સ્ટેજ પર આવીને નોટોના બંડલ હાથમાં રાખીને ગીતા રબારી પર કરોડોની નોટોનો વરસાદ કર્યો હતો.
થોડા દિવસ પહેલા પણ ગીતા રબારીનો લોક ડાયરો ચર્ચામાં રહ્યો હતો. બનાસકાંઠાના થરાદમાં નાંણદેવી માતાની વાવના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોતસ્વ અને નવચંડી યજ્ઞ નિમિતે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
બનાસકાંઠામાં પણ ગુજરાતની કોયલ કહેવાતા ગીતા રબારીના ડાયરામાં લોકોએ મન મૂકીને રૂપિયાનો વરસાદ કર્યો હતો. જોતજોતામાં રૂપિયાનો ઢગલો થઈ ગયો હતો.
આપને જણાવીએ કે, ગીતા રબારીનો જન્મ કચ્છ જિલ્લાના ટપ્પર ગામમાં થયો હતો. તેમની કારકિર્દીની શરૂઆત પાંચમાં ધોરણથી શરૂ થઇ હતી. તેઓ ગીતા ભજન, લોકગીત, સંતવાણી, ડાયરા જેવા કાર્યક્રમો કરે છે. તેમના બે ગીતો રોણા શેરમા અને એકલો રબારી લોકપ્રિય બન્યા છે. તેમનું રોણા શેરમા ગીત 16 એપ્રિલ 2017થી 1.30 કરોડ કરતાં વધુ વાર જોવાઈ ચૂક્યું છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz