સેન્ટ્રલ રેલવેએ જાળવણી કાર્ય માટે રવિવારે માટુંગાથી મુલુંડ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી ચૂનાભટ્ટી/બાંદ્રા રૂટ પર બ્લોક જાહેર કર્યો છે. પશ્ચિમ રેલવે પર જોગેશ્વરી અને સાંતાક્રુઝ વચ્ચે બ્લોક લેવામાં આવશે.
મુંબઈ લોકલ મુંબઈવાસીઓની લાઈફ લાઈન ગણાય છે. પરંતુ રવિવાર ના દિવસે કેટલાક મેઇન્ટેનન્સ ના કામ માટે પેસેન્જર સર્વિસમાંથી થોડો સમય માટે બ્રેક લે છે. સેન્ટ્રલ રેલવેએ જાળવણી કાર્ય માટે રવિવારે માટુંગાથી મુલુંડ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી ચૂનાભટ્ટી/બાંદ્રા રૂટ પર બ્લોક જાહેર કર્યો છે. પશ્ચિમ રેલવે પર જોગેશ્વરી અને સાંતાક્રુઝ વચ્ચે બ્લોક લેવામાં આવશે. બ્લોક સમય દરમિયાન, કેટલીક લોકલ ટ્રેનો રદ કરવામાં આવશે અને કેટલીક ટ્રેનો વિલંબ સાથે દોડશે
મધ્ય રેલવે (મુખ્ય લાઇન)
સ્ટેશન: માટુંગા થી મુલુંડ
રૂટ: અપ અને ડાઉન ફાસ્ટ
સમય: સવારે 11:05 થી બપોરે 3:55 સુધી
પરિણામ: બ્લોક સમય દરમિયાન અપ અને ડાઉન એક્સપ્રેસ લાઇન પરની લોકલ ટ્રેનોને ધીમી લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે. આ કારણે કેટલીક લોકલ ટ્રેનો રદ થશે અને અન્ય ટ્રેનો 20 મિનિટ મોડી પડશે.
હાર્બર રેલ્વે
સ્ટેશન: CSMT થી ચુનાભટ્ટી/બાંદ્રા
રૂટ: અપ અને ડાઉન
સમય: સવારે 11:40 થી સાંજે 4:40 સુધી
પરિણામ: CSMT/વડાલા રોડથી વાશી/બેલાપુર/પનવેલ અને CSMT થી ગોરેગાંવ/બાંદ્રા વચ્ચે ચાલતી અપ અને ડાઉન લોકલ ટ્રેનો રદ રહેશે. જો કે, પનવેલ અને કુર્લા વચ્ચે વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે.
પશ્ચિમ રેલ્વે
સ્ટેશન: જોગેશ્વરી થી સાંતાક્રુઝ
સમય: સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w