સૂર્યગ્રહણ ઓસ્ટ્રેલિયા, પૂર્વ અને દક્ષિણ એશિયા, પેસિફિક મહાસાગર, એન્ટાર્કટિકા અને હિંદ મહાસાગરમાં જોવા મળશે. જ્યારે ભારતમાં આ ગ્રહણ દેખાશે નહીં.
હાઈબ્રિડ સૂર્યગ્રહણ
વર્ષ 2023નું પ્રથમ સૂર્યગ્રહણ આજે એટલે કે 20 એપ્રિલે થશે, જોકે, સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ સૂર્યગ્રહણ હાઈબ્રિડ ગ્રહણ હશે. આવું એટલા માટે છે કે આ વલયાકાર ગ્રહણ અને આંશિક સૂર્યગ્રહણનું સંયોજન હશે. આ પ્રકારનુ ગ્રહણ 100 વર્ષમાં માત્ર એક જ વખત થાય છે. આ સૂર્યગ્રહણને નિંગાલુ કહેવાય છે.
આ વર્ષે 2 સૂર્યગ્રહણ
આ વર્ષે માત્ર 2 સૂર્યગ્રહણ થવાના છે. 20 એપ્રિલ બાદ 14 ઓક્ટોબરે સૂર્ય ગ્રહણ થશે. જે વર્ષનુ બીજું અને અંતિમ ગ્રહણ હશે. ત્યારે 20 એપ્રિલે થનારા ખાસ ગ્રહણ અંગે તિરુપતિના જ્યોતિષાચાર્ય ડો કૃષ્ણ કુમાર ભાર્ગવે જાણકારી આપી છે.
કેટલા વાગે દેખાશે સૂર્ય ગ્રહણ?
20 એપ્રિલે થનાર સૂર્ય ગ્રહણ ભારતીય સમય અનુસાર સવારે 7 કલાક 04 મિનિટથી શરૂ થઈ બપોરે 12 કલાક 29 મિનિટ પર સમાપ્ત થશે. સૂર્યગ્રહણ ઓસ્ટ્રેલિયા, પૂર્વ અને દક્ષિણ એશિયા, પેસિફિક મહાસાગર, એન્ટાર્કટિકા અને હિંદ મહાસાગરમાં જોવા મળશે. જ્યારે ભારતમાં આ ગ્રહણ દેખાશે નહીં.
શું છે હાઈબ્રિડ સૂર્ય ગ્રહણ?
જ્યારે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવી જાય ત્યારે ગ્રહણ લાગે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર રાહુ અને કેતુ સૂર્યનો ગ્રાસ કરે છે. જેના કારણે ગ્રહણ લાગે છે. હાઈબ્રિડ સૂર્યગ્રહણ એક દુર્લભ પ્રકારનું ગ્રહણ છે, જે વલયાકાર ગ્રહણ અને પૂર્ણ સૂર્યગ્રહણનું સંયોજન છે. જ્યારે ચંદ્રનો પડછાયો પૃથ્વીને પાર કરી આગળ નીકળી જાય ત્યારે આ ગ્રહણ લાગે છે. આ કારણે લોકો થોડી સેકન્ડ માટે સૂર્યમાં એક વલયાકાર રિંગ બનતા જોઇ શકશે.
સૂર્ય ગ્રહણનો સૂતક કાળ શું હશે?
જેમ અગાઉ જણાવ્યું તેમ આ ગ્રહણ ભારતમાં જોવા મળશે નહી, તેથી ભારતમાં આનું સૂતક માનવામાં આવશે નહી. સૂર્ય ગ્રહણનો સૂતક કાળ સામાન્ય રીતે ગ્રહણના 12 કલાક પહેલા શરૂ થતો હોય છે અને આ સમયને અશુભ માનવામાં આવે છે. આ સમય દરમ્યાન કોઈપણ શુભ અને માંગલિક કાર્યો કરવામાં આવતા નથી ને પૂજા પાઠ પણ કરવામાં આવતા નથી. ગ્રહણના કારણે ગર્ભવતી સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધનુ વિશ્ષ ધ્યાન રાખવામાં આવતું હોય છે. આ સાથે જે સમયે ગ્રહણનુ સૂતક હોય તેમાં ભોજન કરવાની અને સૂવાની પણ મનાઈ હોય છે.
શું હશે સૂર્ય ગ્રહણ સમયે ગ્રહોની સ્થિતી
સૂર્યગ્રહણના દિવસે સૂર્ય પોતાની ઉચ્ચ મેષ રાશિમાં રહેશે. આ સાથે મેષ રાશિમાં બુધ અને રાહુની હાજરી પણ રહેશે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w