ઈમરાન ખાનની મંગળવારે ધરપકડ થયા બાદ સમગ્ર પાકિસ્તાન ભડકે બળી રહ્યું છે. તેમની ધરપકડના સમાચાર ફેલાતા જ પાકિસ્તાનના અનેક શહેરોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા. અનેક જગ્યાઓ પર પ્રદર્શનકારીઓ હિંસક બની ગયા. જો કે ગુરુવારે સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનની ધરપકડને ગેરકાયદેસર ઠેરવી અને તેમને છોડી મૂકવાનો આદેશ આપ્યો.
એક સમયે સેનાની આંખનો તારો ગણાતા ઈમરાન ખાનની મંગળવારે અર્ધસૈનિક દળોએ તે સમયે ધરપકડ કરી લીધી જ્યારે તેઓ ભ્રષ્ટાચારના એક કેસમાં સુનાવણી માટે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં હાજર હતા. પાકિસ્તાન રેન્જર્સ ખાનની ધરપકડ કર્યા બાદ તેમને એક વેનમાં ત્યાંથી લઈ ગયા. ટીવી ફૂટેજમાં રેન્જર્સ ખાનને કોલરથી પકડીને લઈ જતા અને તેમને એક જેલ વાહનમાં બેસાડતા જોવા મળ્યા હતા. રેન્જર્સ ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે અને સામાન્ય રીતે સેનાથી પ્રતિનિયુક્તિ પર આવેલા અધિકારીઓ દ્વારા નિર્દેશિત હોય છે. હવે સવાલ એ છે કે સેના સાથે ઈમરાન ખાનના સંબંધ આટલા બધા વણસી કેવી રીતે ગયા કે તેમની ધરપકડ સુધી વાત પહોંચી ગઈ.
ધરપકડના તત્કાલિક કારણ
ઈમરાન ખાને 7મી મેના રોજ એક રેલીમાં પાકિસ્તાન સેનામાં કાર્યરત આઈએસઆઈ અધિકારી મેજર જનરલ ફેસલ નસીર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે નસીરે તેમને બેવાર મારી નાખવાની કોશિશ કરી. તેમણે ટીવી એંકર અરશદ શરીફની હત્યામાં નસીરનો હાથ હોવાનો આરોપ લગાવ્યો. ઈમરાન ખાનના આ આરોપોની પાકિસ્તાન સેનાએ આકરી ટીકા કરી હતી.
ઈમરાન ખાન દવારા લગાવવામાં આવેલા આરોપોને લિમિટ ક્રોસ કરવાનું માનવામાં આવી રહ્યું છે. એવું કહેવાય છે કે શહબાઝ શરીફની સરકાર આટલો મોટો નિર્ણય સેનાની સહમતિ વગર લઈ શકે નહીં. ખાન દવારા મેજર જનરલ ફૈસલ નસીર પર લગાવવામાં આવેલા આરોપોને તેમની ધરપકડની એક તાત્કાલિક કારણ માનવામાં આવી રહ્યું છે. પરંતુ સેના અને ખાનનો સંબંધ ખુબ જૂનો રહ્યો છે.
સેનાની મદદથી સત્તા મેળવી
પાકિસ્તાનમાં સેના સૌથી મોટી તાકાત છે એ વાત છૂપાયેલી નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે સેનાના કારણે જ ખાનનું સત્તાનું સપનું સાચું થઈ શક્યું. હકીકતમાં સેના હવે જૂના રાજકીય ચહેરાઓ વચ્ચે એક નવા ચહેરાની શોધમાં હતી અને ઈમરાન ખાનમાં એ શોધ પૂરી થઈ. પ્રધાનમંત્રી તરીકે ઈમરાન ખાને અનેકવાર જાહેર મંચો પરથી એ વાત દોહરાવી કે તેમની સરકાર અને સેના વચ્ચે સંબંધ સારા છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w