ખડકપાડા પોલીસે 47 તોલા સોનાના દાગીના, મોબાઇલ, લેપટોપ, મોંઘી ઘડિયાળો જપ્ત કરી
અખબારમાં પત્રકાર તરીકે ફરજ બજાવીને ડાન્સબારને રવાડે ચડયા બાદ ચોરી અને ઘરફોડી કરવા લાગેલા ઉચ્ચ શિક્ષિત પત્રકાર રોશન જાધવની કલ્યાણ પોલીસે ધરપકડ કરી છે.
આરોપીએ માસ મિડિયાનું શિક્ષણ લીધા પછી જાણીતા અખબારમાં પત્રકાર તરીકે જોડાયો હતો. પરંતુ પત્રકાર તરીકેની નોકરી દરમ્યાન તે ડાન્સબારને રવાડે ચડી ગયો હતો. ડાન્સબારમાં પૈસા ઉડાડવા માટે અને ઝટપટ કમાણી કરવા માટે તે ચોરી અને ઘરફોડીના રવાડે ચડયો હતો.
આરોપી દિવસે રેકી કરતો અને કયા ઘર બંધ છે તેની નોંધ કરી લેતો. પછી રાત્રે ઘરફોડી કે ચોરી કરીને પલાયન થઇ જતો. ખડકપાડા વિસ્તારમાં ચોરીને ફરિયાદો આવવા માંડતા ખડકપાડા પોલીસે એરિયાના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસીને રોશન જાધવ નામના આરોપીની ધરપકડ કરી હતી. તેની પાસેથી ૪૭ તોલા સોનાના દાગીના, મોબાઇલ ફોન, લેપટોપ અને મોંઘી ઘડિયાળો પોલીસે જપ્ત કરી હતી.
ડેપ્યુટી પોલીસ કમિશનર સચિન ગુંજાલે જણાવ્યું હતું કે આરોપીએ મોહના, આંબીવલી, ટિટવાળા અને શાહપુરમાં આઠ જગ્યાએ ચોરી કરી હતી એ ગુના ઉકેલાયા છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz