સ્વસ્થ રહેવા માટે આહાર, સારી ઊંઘ અને સ્ટ્રેસ ફ્રી વાતાવરણ જરૂરી છે. જો વ્યક્તિ આ બધી બાબતો પર ધ્યાન આપે છે તો તેનું શરીર સ્વસ્થ રહે છે. જો કે તમારું શરીર પણ તમને સંકેતો આપે છે તમે હેલ્ધી છો કે નહીં.
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું સ્વાસ્થ્ય સારું રહે. સ્વસ્થ રહેવા માટે આહાર, સારી ઊંઘ અને સ્ટ્રેસ ફ્રી વાતાવરણ જરૂરી છે. જો વ્યક્તિ આ બધી બાબતો પર ધ્યાન આપે છે તો તેનું શરીર સ્વસ્થ રહે છે. જો કે તમારું શરીર પણ તમને સંકેતો આપે છે તમે હેલ્ધી છો કે નહીં. જો તમારા શરીરમાં આ લક્ષણો જોવા મળે તો સમજવું કે તમે સ્વસ્થ છો અને રોગ તમારી આસપાસ પણ ફરકશે નહીં.
– જો તમે પલંગ પર આડા પડો અને 30 મિનિટની અંદર સૂઈ જાઓ છો તો તે તમારા શરીરની ઊંઘની પેટર્ન યોગ્ય હોવાનો સંકેત છે, જે તંદુરસ્ત શરીર માટે જરૂરી છે. કારણ કે સારી ઊંઘ લેવી એ સ્વસ્થ શરીરની નિશાની છે.
– જો તમને દર મહિને યોગ્ય સમયે પીરિયડ્સ આવે છે, તો તે તમારી પ્રજનન પ્રણાલી સ્વસ્થ હોવાનો સંકેત છે. જો તમને યોગ્ય સમયે પીરિયડ્સ આવે છે તો સમજી લો કે તમારું શરીર સ્વસ્થ છે.
– જો તમે રોજિંદા કામ કરતી વખતે થાક અનુભવતા નથી તો તે તમારું શરીર સ્વસ્થ હોવાનો સંકેત છે. આવી સ્થિતિમાં રોગો તમારાથી દૂર રહે છે.
– જો તમારી શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મ મેમરી સારી છે તો તે સ્વસ્થ મગજની નિશાની છે. જો તમારી યાદશક્તિ તેજ છે તો તે સ્વસ્થ શરીરની પણ નિશાની છે.
– જો તમને સીડી ચડતી વખતે શ્વાસ ન ચઢતો હોય તો તે સ્વસ્થ હૃદયની નિશાની છે. એટલા માટે જરૂરી છે કે તમે દરરોજ સીડીઓ ચઢો. આમ કરવાથી તમે જાણી શકશો કે તમારું શરીર સ્વસ્થ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz