થાઈરોઈડની બીમારી આજના સમયમાં સામાન્ય થતી જાય છે. આ બીમારી કોઈપણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. આ બીમારીમાં શરીરમાં ઘણી બધી સમસ્યા થાય છે. કારણ કે તેમાં હોર્મોનનું સંતુલન જળવાતું નથી. જેના કારણે કેટલાક લોકોનું વજન વધવા લાગે છે તો કેટલાક લોકોનું ઘટવા લાગે છે.
થાઈરોઈડની બીમારી આજના સમયમાં સામાન્ય થતી જાય છે. આ બીમારી કોઈપણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. આ બીમારીમાં શરીરમાં ઘણી બધી સમસ્યા થાય છે. કારણ કે તેમાં હોર્મોનનું સંતુલન જળવાતું નથી. જેના કારણે કેટલાક લોકોનું વજન વધવા લાગે છે તો કેટલાક લોકોનું ઘટવા લાગે છે. જે લોકોને થાઈરોઈડની સમસ્યા હોય તેમણે પોતાના આહાર ઉપર ધ્યાન આપવું જરૂરી છે. થાઈરોઈડની સમસ્યા વધી ન જાય તે માટે દૈનિક આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરી શકાય છે. આ વસ્તુઓનું સેવન કરવાથી થાઈરોઈડથી પીડિત લોકોને રાહત મળી શકે છે.
સૂર્યમુખીના બી
થાઈરોઈડના દર્દી માટે સૂર્યમુખીના બી ખૂબ જ ફાયદાકારક છે. તેમાં કેલેરી ખૂબ ઓછી હોય છે અને સેલેનિયમ નું પ્રમાણ વધારે હોય છે. તે થાઈરોઈડને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
અળસીના બી
અળસીના બી પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે. ખાસ કરીને ઓમેગા 3 ફેટી એસિડ તેમાં વધારે હોય છે જેનું સેવન કરવાથી ઇમ્યુનિટી સ્ટ્રોંગ રહે છે અને થાઈરોઈડની સમસ્યામાં રાહત મળે છે. અળસીના બીનો ઉપયોગ મુખવાસ તરીકે કરી શકાય છે.
ચિયા સીડ્સ
ચિયા સીડ પણ સુપર ફૂડ છે. તેમાં પણ તમામ પ્રકારના પોષક તત્વો હોય છે જે થાઇરોડને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી સોજો ઉતરે છે. તેનું તમે દૂધ અથવા તો પાણીમાં પલાળીને સેવન કરી શકો છો.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz