જો તમને એકલું દૂધ ભાવતું ન હોય તો તમે તેમાં 2 વસ્તુઓ ઉમેરીને તેનું સેવન કરી શકો છો. આ વસ્તુઓ છે મધ અને તજ. મધ અને તજ ઉમેરેલું દૂધ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. જો તમે મધ અને તજનો પાવડર ઉમેરીને દૂધ પીવાનું રાખો છો તો ઘણી બધી બીમારીઓ લાભ થાય છે.
દૂધને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે કારણ કે તે ઘણા બધા પોષક તત્વોથી ભરપૂર હોય છે. દૂધ પીવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે શરીરનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે દરેક વ્યક્તિએ દિવસમાં એક ગ્લાસ દૂધ તો પીવું જ જોઈએ. દૂધ પીવાથી હાડકા મજબૂત રહે છે અને શરીરને જરૂરી પોષક તત્વો પણ મળી રહે છે. પરંતુ જો તમને એકલું દૂધ ભાવતું ન હોય તો તમે તેમાં 2 વસ્તુઓ ઉમેરીને તેનું સેવન કરી શકો છો. આ વસ્તુઓ છે મધ અને તજ. મધ અને તજ ઉમેરેલું દૂધ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. જો તમે મધ અને તજનો પાવડર ઉમેરીને દૂધ પીવાનું રાખો છો તો ઘણી બધી બીમારીઓ લાભ થાય છે.
રોગપ્રતિકારક શક્તિ થાય છે મજબૂત
જ્યારે પણ વાતાવરણમાં ફેરફાર થાય છે ત્યારે સીઝનલ બીમારી થઈ જતી હોય છે. આમ થવાનું કારણ હોય છે આપણી નબળી રોગપ્રતિકારક શક્તિ. તેવામાં જો તમે રોજ એક ગ્લાસ દૂધમાં તજનો પાવડર અને મધ મિક્સ કરીને પીવાનું રાખશો તો તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહેશે અને વાયરલ રોગોથી તમે બચી જશો.
પાચનતંત્ર રહે છે સારું
દૂધમાં તજનો પાવડર અને મધ ઉમેરીને પીવાથી પાચનશક્તિ પણ સુધરે છે. નિયમિત રીતે તેનું સેવન કરવાથી જે લોકોને પાચન સંબંધિત સમસ્યાઓ હોય છે તે દૂર થવા લાગે છે. ખાસ કરીને જો તમને કબજિયાતની તકલીફ હોય અથવા તો ભોજન પચવામાં સમસ્યા થતી હોય તો દૂધનું સેવન કરવું જોઈએ. તેનાથી કબજિયાત મટે છે અને સાથે જ ગેસ એસીડીટી જેવી સમસ્યાથી પણ રાહત થાય છે.
કોલેસ્ટ્રોલ ઘટાડે છે
શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ જો વધી રહ્યું હોય તો તેના કારણે રક્ત પ્રવાહ કરતી નસમાં ફેટ જામી જાય છે. જો તમે દૂધમાં તજ અને મધ ઉમેરીને પીશો તો શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ નું પ્રમાણ ઘટશે અને હૃદય સ્વસ્થ રહેશે.
સાંધાના દુખાવાથી રાહત
દૂધમાં તજનો પાવડર અને મધ ઉમેરીને પીવાથી સાંધાના દુખાવા પણ દૂર થાય છે. આ દૂધ સાંધાના દુખાવાથી તરત લોકો માટે રામબાણ ઇલાજ સાબિત થાય છે. કારણ કે તેનાથી હાડકા મજબૂત થાય છે અને સાંધાના દુખાવા મટવા લાગે છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w