July 21, 2024
11 11 11 AM
फ्री चिकित्सा शिविर एवं फ्री दवाई – MOBILE CLINIC
Entertainment – ‘बैड न्यूज’ ने पहले दिन बॉक्स ऑफिस पर की छप्पर फाड़ कमाई, ओपनिंग डे पर फिल्म ने कमाया इतना
સરકારી યોજનાના અમલમાં ગેરરીતિ થશે તો તે સહન કરવામાં આવશે નહીં – એકનાથ શિંદે
પેણની ગણપતિની મૂર્તિઓને જી.આઇ. ટેગ એનાયત થયું
મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસની હૉસ્ટેલમાં જમવાની થાળીમાં વાંદો નીકળ્યો
ગોવાની ટ્રિપ માટુંગામાં રહેતાં એક દંપતી માટે જીવલેણ પુરવાર થઈ
પોલીસની ચેતવણી છતાં હીરાબજારની મહિલા કર્મચારીનો પીછો કરનાર સામે ગુનો નોંધાયો
Health Tips – ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગ્યા છે, રસોડામાં રાખવામાં આવેલી આ વસ્તુઓ દરેક વાળને કાળા કરી દેશે
આજનું રાશિફળ (Saturday, July 20, 2024)
માત્ર ૨૦ મિનિટમાં ડોમ્બિવલીથી ટિટવાલા પહોંચી શકાશે
Breaking News
फ्री चिकित्सा शिविर एवं फ्री दवाई – MOBILE CLINIC Entertainment – ‘बैड न्यूज’ ने पहले दिन बॉक्स ऑफिस पर की छप्पर फाड़ कमाई, ओपनिंग डे पर फिल्म ने कमाया इतना સરકારી યોજનાના અમલમાં ગેરરીતિ થશે તો તે સહન કરવામાં આવશે નહીં – એકનાથ શિંદે પેણની ગણપતિની મૂર્તિઓને જી.આઇ. ટેગ એનાયત થયું મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસની હૉસ્ટેલમાં જમવાની થાળીમાં વાંદો નીકળ્યો ગોવાની ટ્રિપ માટુંગામાં રહેતાં એક દંપતી માટે જીવલેણ પુરવાર થઈ પોલીસની ચેતવણી છતાં હીરાબજારની મહિલા કર્મચારીનો પીછો કરનાર સામે ગુનો નોંધાયો Health Tips – ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગ્યા છે, રસોડામાં રાખવામાં આવેલી આ વસ્તુઓ દરેક વાળને કાળા કરી દેશે આજનું રાશિફળ (Saturday, July 20, 2024) માત્ર ૨૦ મિનિટમાં ડોમ્બિવલીથી ટિટવાલા પહોંચી શકાશે

Health Tips – ધડાધડ વજન ઘટાડવું હોય તો ભૂલ્યા વગર રાતે સૂતા પહેલા કરો આ કામ, વગર મહેનતે પાતળા થવા લાગશો!

વધતા વજનને કંટ્રોલ કરવા માટે લોકો ડાયેટિંગ કરે છે અને કલાકો સુધી જીમમાં પરસેવો પાડે છે પરંતુ અનેકવાર ખુબ મહેનત કરવા છતાં પણ વજન ઉતરતું નથી. આવામાં તમે તમારી ખાણીપીણી અને જીવનશૈલીમાં ફેરફાર કરીને સરળતાથી વજન ઉતારી શકો છો. જો તમે પણ મોટાપાથી પરેશાન હોવ તો રાતે સૂતા પહેલા કેટલીક વાતોનું ધ્યાન રાખો.

હાલના સમયમાં મોટાપો એ એક મોટી સમસ્યા  બની ગયો છે. લગભગ દરેક બીજી વ્યક્તિ પોતાના વધતા વજનથી પરેશાન છે. ખોટી ખાણીપીણી, અનહેલ્ધી લાઈફસ્ટાઈલ, કસરત ન કરવાના કારણે મોટાપો જલદી વધે છે. મોટાપો જોવામાં જ ખરાબ લાગે એટલું નહીં પરંતુ અનેક ગંભીર બીમારીઓને પણ નોતરે છે. મોટાપાના કારણએ ડાયાબિટીસ, હાઈબીપી, કોલેસ્ટ્રોલ, અને હ્રદય સંલગ્ન બીમારીઓનું જોખમ વધી શકે છે. વધતા વજનને કંટ્રોલ કરવા માટે લોકો ડાયેટિંગ કરે છે અને કલાકો સુધી જીમમાં પરસેવો પાડે છે પરંતુ અનેકવાર ખુબ મહેનત કરવા છતાં પણ વજન ઉતરતું નથી. આવામાં તમે તમારી ખાણીપીણી અને જીવનશૈલીમાં ફેરફાર કરીને સરળતાથી વજન ઉતારી શકો છો. જો તમે પણ મોટાપાથી પરેશાન હોવ તો રાતે સૂતા પહેલા કેટલીક વાતોનું ધ્યાન રાખો. આ લેખના માધ્યમથી જાણો કે વજન ઘટાડવા માટે રાતે સૂતા પહેલા એવા કયા 5 કામ કરવા જોઈએ. 

1. સાંજે 7 વાગ્યા પહેલા કરી લો ડિનર
જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ તો સાંજે 7 વાગ્યા બાદ ડિનર કરવાનું બંધ કરવું જોઈએ. રાતના ભોજન અને સૂવાના સમય વચ્ચે લગભગ 3 કલાકનો ગેપ હોવો જોઈએ. જો તમે રાતે મોડેથી ખાતા હોવ તો ખાવાનું બરાબર પચે નહીં. જેની અસર તમારા મેટાબોલિઝમ ઉપર પણ  પડે છે. જેના કારણે શરીરમાં ફેટ જમા થવા લાગે. આથી વજન ઓછું કરવા માંગતા હોવ તો સાંજે જલદી જલદી ડિનર કરી લો. 

2. રાત્રે હળવું ભોજન કરો
રાતનું ભોજન હંમેશા હળવું જ હોવું જોઈએ. વજન ઓછું કરવા માટે ડિનરમાં પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર ચીજોને સામેલ કરો. રાતે તમે લીલા શાકભાજી, સૂપ, સલાડ અને દાળ ખાઈ શકો છો. જો તમને મોડી રાતે ભૂખ લાગે તો તમે એક કાકડી કે સફરજન ખાઈ શકો છો. 

3. અંધારામાં સૂઈ જાઓ
એક રિસર્ચમાં એ વાત સાબિત થઈ છે કે જ્યારે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે મેલાટોનિન હોર્મોન આપણા શરીરમાં બ્રાઉન ફેટ બનાવે છે. જેનાથી કેલેરી બાળવામાં મદદ મળે છે. અંધારામાં  સૂઈ જવાથી મેલાટોનિન વધુ પ્રમાણમાં બને છે, જેના કારણે ઝડપથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. આથી રાતે રૂમમાં હંમેશા અંધારું કરીને સૂઈ જાઓ. આ સાથે જ સૂતા પહેલા મોબાઈલ કે ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સનો ઉપયોગ ન કરો. 

4. હળદરવાળું દૂધ પીઓ
હળદરવાળું દૂથ પણ વજન ઘટાડવામાં અને સારી ઊંઘ લાવવામાં મદદરૂપ છે. હળદરમાં થર્મોજિનેક પ્રોપર્ટીઝ હોય છે જેનાથી ફેટ બર્ન કરવામાં મદદ મળે છે. આ સાથે જ તે મેટાબોલિઝમને પણ વધારે છે. આથી રોજ રાતે સૂતા પહેલા એક ગ્લાસ હળદરવાળું દૂધ જરૂર પીઓ. 

5. સારી ઊંઘ લો
મોટાપાનું સીધુ કનેક્શન ઊંઘ સાથે પણ છે. વજન ઘટાડવા માટે ઓછામાં ઓછી 7 કલાકની સારી, ગાઢ અને શાંતિપૂર્ણ ઊંઘ લેવી જરૂરી છે. જો તમારી ઊંઘ પૂરી નહીં થાય તો તેનાથી મેટાબોલિઝમ સ્લો થશે, જેના કારણે વેઈટ લોસ કરવું મુશ્કેલ બનશે. 

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us