કેટલાક લોકો કાકડી ખાતા પહેલાં તેને કાપીને ઘસે છે, જેથી તેની કડવાશ દૂર થઈ જાય. પરંતુ શું ખરેખર આમ કરવાથી કંઈ ફેર પડે છે? આવો જાણીએ.
સલાડમાં કાકડી સૌને પસંદ હોય છે. કાકડીની તાસીર ઠંડી હોય છે. આ માટે જ ઉનાળામાં લોકો તેને વધુ આરોગતા હોય છે. પરંતુ ઘણીવાર કાકડી કડવી હોવાથી લોકો તેને ખાતા નથી. તમે જોયું જ હશે કે કાકડી કાપતી વખતે, સૌ પ્રથમ લોકો બંને બહારના ભાગોને કાપી નાખે છે. ત્યારપછી, આ ભાગોને મીઠું લગાવી ઘસવામાં આવે છે. લોકો કહે છે કે આમ કરવાથી કાકડીની કડવાશ દૂર થઈ જાય છે અને તે ખાવામાં સ્વાદિષ્ટ બને છે. તો બીજી તરફ કેટલાક લોકોનું કહેવું છે કે આવું કંઈ નથી, આ કરવાથી કાકડીની કડવાશ દૂર થતી નથી. આખરે સત્ય શું છે? આવો જાણીએ.
કાકડી કેમ કડવી હોય છે-
બધી કાકડીઓ કડવી હોતી નથી. ફક્ત અમુક કાકડીઓમાં કડવાશ હોય છે. તે કાકડીની પરિપક્વતા પર આધાર રાખે છે. કાકડી દુધી પરિવારની સભ્ય છે. આ પરિવારમાં જોવા મળતા CUCURBITACINS નામના પદાર્થને કારણે કડવાશ હોય છે. શાકભાજીઓ પોતાની સુરક્ષા માટે સ્વરક્ષણ તરીકે આ પદાર્થનું ઉત્પાદન કરે છે, જેના કારણે કડવાશ રહે છે.
શું કાકડી ઘશવાથી કડવાશપન દૂર થાય છે?
કાકડીની કડવાશ દૂર કરવા માટે તેને ઘસવામાં આવે છે, જેના કારણે તેમાંથી ફીણ પણ નીકળે છે. જેના દ્વારા તેની કડવાશ બહાર આવે છે. વિવિધ પ્રકારના સંશોધનોએ આ હકીકત અંગે જુદી જુદી દલીલો આપી છે. આવો જાણીએ આ અંગે સંશોધન શું કહે છે.
સંશોધન શું કહે છે?
ડેઈલીમેલ, લાઈફ હેકર અને ટુડે ડોટ કોમમાં પ્રકાશિત રિચ કહે છે કે આમ કરવાથી કાકડીની કડવાશ દૂર થઈ જાય છે. અહેવાલો અનુસાર, કાકડીમાં તેની ધાર પર ક્યુકરબિટાસિન હોય છે. આવી સ્થિતિમાં, તેને ધારથી કાપ્યા પછી છેડાને ઘસવાથી, ફીણની સાથે તેની કડવાશ પણ દૂર થઈ જાય છે. આમ કરવાથી કાકડીમાં Cucurbitactins ફેલાતું નથી અને તેની કડવાશ બહાર આવે છે.
આ સિવાય ઘણી વિદેશી વેબસાઈટમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે જેમ જેમ ફળ/શાકભાજી પાકે છે તેમ તેમ તેમાં ક્યુકરબીટાસિનનું પ્રમાણ ઘટતું જાય છે. જેના કારણે તેને રાંધ્યા પછી તેમાં કડવાશ આવવાની શક્યતા ઓછી રહે છે. તે પ્રમાણે કાકડીના કાપેલા છેડાને ઘસવાથી તેની કડવાશમાં કોઈ ફરક પડતો નથી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w