શ્રી નારાયણ સેવા મંડળ દ્વારા ઘાટકોપરમાં રાષ્ટ્રીય શાળા ગુજરાતી માધ્યમ સ્કુલ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેને ઉત્તમ પ્રતિસાદ સાંભળ્યો હતો. આ કેમ્પમાં શાળાના ૧૬૦થી વધારે વિદ્યાર્થીઓએ વિવિધ ચેક અપ કરાવ્યા હતા. બ્લડ ગ્રુપ ચેકઅપ નિર્મલ પેથ લેબના શૈલીબેન પટેલ અને તેમના સાથીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. વિઝન કેર ડોક્ટર સોનિયા કોઠારી, ડેન્ટલ કેર ડોક્ટર અંકિતા ચૌહાણ અને ફિઝિકલ હેલ્થ કેર માટે નારાયણ સેવા મંડળ ટીમના વંદના પલણ તથા વંદના મહેતાએ સેવા આપી હતી. કેમ્પ દરમિયાન દરેક વિદ્યાર્થીઓને અમુલ કુલ મિલ્કની બોટલ પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રફુલાબેન માવડીયા, પ્રીતિબેન દાવડા, ભક્તિબેન જોબનપુત્રા તથા અર્ચનાબેન ઠક્કરે ખૂબ જહેમત ઉઠાવી હતી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz