થાણા-કાસરવડવલી વિસ્તારમાં એક સરકારી પ્લોટ પર ગેરકાયદેસર રીતે ૪૦ મકાનો બાંધવામાં આવ્યા હતા. થાણે જિલ્લા કલેકટર કચેરીની માલિકીની આ જમીન પર બાંધવામાં આવેલા આ ગેરકાયદેસર, અનધિકૃત મકાનોને ભારે પોલીસ હાજરીમાં જેસીબીની મદદથી જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. જેના કારણે અહીંના સ્થાનિક રહેવાસીઓમાં ફફડાટ ફેલાયો છે. આ કામગીરી દરમિયાન જમીન માફિયાઓએ નાયબ તહેસીલદાર દિનેશ પૃથંકર સાથે દલીલ કરી કામગીરીનો વિરોધ કર્યો હતો. પરંતુ પૃથંકરે કોઈ પણ બહાનું સાંભળ્યા વિના કાર્યવાહી કર્યા હોવાનું સાંભળવા મળે છે. આ કામગીરી માટે પોલીસ તંત્રનો સહયોગ પણ ખૂબ જ જરૂરી હતો. જો કે ઘટનાસ્થળે પોલીસ પહોંચવામાં વિલંબને કારણે જમીન માફિયાઓએ આ કાર્યવાહીનો ઉગ્ર વિરોધ કર્યો હતો.
થાણે જિલ્લા અધિકારીની કચેરીએ હવે આવી અનધિકૃત અને ગેરકાયદે ચાલીઓ અને બાંધકામો સામે કાર્યવાહી હાથ ધરી છે. જેના કારણે જમીન માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w