રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી પરમ પવિત્રાજી મહાસતીજી આદિ ઠાણા -૯ ના સાનિધ્યમાં ઘાટકોપર સ્થિત પારસધામમાં યુનિક એક્ઝિબિશન આહાર સાયન્સ ફૂડ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદઘાટન આચાર્ય ભગવંત તથા પારસધામના કમિટી મેમ્બરો દ્વારા કરવામાં આવ્યું હતું. ત્રણે જનરેશનને સમજાય, પ્રેરણા મળે તેવું ભવ્ય એક્ઝીબીશન ૩૧ માર્ચથી ૪ એપ્રિલ સવારે ૧૧ થી ૧ દરમ્યાન તથા સાંજે ૫ થી ૭ દરમ્યાન યોજાયું છે.
આ એક્ઝીબીશનમાં વિવિધ ઝોન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ સમજાવવામાં આવી રહી છે જેનો લાભ લેવા ઘાટકોપરવાસીઓને પારસધામના કમિટી મેમ્બરોએ અનુરોધ કર્યો છે.
આ વિવિધ ઝોનમાં અનુક્રમે આયંબિલ ચેમ્પિયનશિપ ઝોનમાં આહાર સંજ્ઞાનો બોલર સ્ટમ્પને હિટ કરવા ટેસ્ટ બર્ડનો બોલ ફેકે છે ત્યારે આયંબિલ આરાધક સ્ટ્રોંગ માઈન્ડ સાથે આયંબિલ ઓલી આરાધના પૂર્ણ કરી મેન ઓફ ધ સિરીઝ ટ્રોફીને અચિવ કરે છે. ૯ પદ આયંબિલ -પરમાત્મા કા પર્વ ઝોન દ્વારા ૯ પદની આરાધના કરતા રોજના શું ભાવ હોવા જોઈએ તે સમજાવવામાં આવે છે.
આયંબિલ સાયન્સ ઝોન અંતર્ગત સાયન્ટિફિક એક્સપરિમેન્ટસ દ્વારા આયંબિલનું મહત્વ સમજાવવામાં આવે છે. પ્રોત્સાહન સ્ટોરીઝ ઝોનમાં યંગ જનરેશનને આયંબિલ કરવાની પ્રેરણા મળે એ ભાવથી શ્રી દશવૈકાલિક સૂત્રની ભરત ચક્રવર્તી, શ્રી અંતગડ સૂત્રની શ્રી કૃષ્ણ, શ્રી અનુતરોવવાઈ સૂત્રની ધના અણગાર સ્ટોરી દ્વારા સમજણ આપવામાં આવે છે. આયંબિલ બુલેટ ટ્રેન – આ લાઈવ કાઉન્ટર દ્વારા વિઝીટર્સને આયંબિલ રેસીપી, આયંબિલ મેનુ ટેસ્ટ કરાવવામાં આવ્યું હતું જેનાથી આયંબિલ આપણાથી પણ થઈ શકે તેવી પ્રેરણા મળતી હતી. સિદ્ધમ દ્વારા બાળકોને ડીવાઈન મેસેજ આપવામાં આવ્યો હતો.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz