રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) સ્ટારર ‘અનુપમા’ (Anupamaa) સીરિયલમાં છેલ્લા કેટલાક એપિસોડથી જબરદસ્ત ટ્વિન્ટર & ટર્ન્સ જોવા મળી રહ્યા છે. અનુના ગયા બાદ અનુપમા અને અનુજ કપાડિયાના માર્ગ અલગ થઈ ગયા છે. જ્યાં એક તરફ અનુજ પોતાનો બિઝનેસ અને ઘર છોડી મુંબઈમાં રહેવા લાગ્યો છે તો બીજી તરફ અનુપમા તેના પિયરમાં રહે છે. આટલું ઓછું ન હોય તેમ સમર અને ડિમ્પીએ અનુપમા ડાન્સ એકેડેમની છીનવી લીધી છે તેમજ તેનું નામ બદલવાનું પણ વિચારી રહ્યા છે. આ દરમિયાન અનુપમા માતાના ઘરમાં ડાન્સ એકેડેમી ખોલી જીવનની નવી શરૂઆત કરવા જઈ રહી છે. હાલની કહાણી અનુપમાની આસપાસ દેખાડવામાં આવી રહી છે જેના કારણે ગૌરવ ખન્ના (Gaurav Khanna) પર ઓછું ફોકસ છે. આ પરથી આગળ જતાં તેની એક્ટિઝ થઈ જશે તેવી અટકળો વહેતી હતી. જેના પર રિએક્શન સામે આવ્યું છે.
ગૌરવ ખન્ના ‘અનુપમા’ શો નથી છોડવાનો
એક વેબ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં ગૌરવ ખન્નાએ કહ્યું હતું કે, ‘શોમાંથી અનુજ કપાાડિયાના પાત્રની બાદબાકી કરવામાં આવી રહી હોવાની વાત મેં પહેલાં સાંભળી નથી. આ એવો તબક્કો છે જ્યાં અનુપમા અને અનુજ વચ્ચે થોડું અંતર વધી ગયું છે. તેનો અર્થ એ નથી કે હું લાંબા બ્રેક પર જવાનો છું. ટીવી પરની દૈનિક ધારાવાહિક સીરિયલોમાં ઉતાર-ચડાવ આવતા રહે છે, પરંતુ તેનો અર્થ હું શો છોડવાનો છું તેવો નથી. આ સિવાય મેં એવુ પણ સાંભળ્યું હતું કે, હું કોઈ રિયાલિટી શોનો ભાગ બનવાનો છો. આ ફેક ન્યૂઝ છે. હું આ અફવા ફેલાવનારને કહેવા માગુ છું કે, ફેક ન્યૂઝ કરતાં તમે કોઈ રિયલ ન્યૂઝ ફેલાવો અને તેને પબ્લિસિટી આપો’.
ગૌરવ ખન્નાએ રિયાલિટી શોમાં ભાગ લેેવાની ઈચ્છા દર્શાવી
તેવી અફવા હતી કે ગૌરવ ખન્ના અને તેની પત્ની આકાંક્ષા ચમોલાનો સંપર્ક ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે 10’ માટે કરવામાં આવ્યો હતો. જો કે, એક્ટરે તેને અફવા ગણાવતા કોઈ શો ઓફર ન થયો હોવાનું કહ્યું હતું અને જો તક મળી તો ચોક્કસથી ભાગ લેશે તેમ કહ્યું હતું. તેણે ઓનસ્ક્રીન પત્ની કરતાં રિયલ પત્ની સાથે રિયાલિટી શો કરવાની ઈચ્છા દર્શાવી હતી. તેણે કહ્યું હતું કે ‘હું મારી પત્ની આકાંક્ષા સાથે રિયાલિટી શોનો ભાગ બનવા માગુ છું, જેથી દર્શકો અમારી જોડી જોઈ શકે. જોઈએ ક્યારે તક મળે છે, પરંતુ હાલ તો તેવું કંઈ થવાનું નથી’.
ટ્રોલ થતાં ગૌરવ ખન્નાએ કહી આ વાત
‘અનુપમા’ સીરિયલ સોશિયલ મીડિયા પર ત્યારે ટ્રોલ થઈ હતી જ્યારે અનુ અસલી મા માયા સાથે જતી રહેતા અનુજે અનુપમાને જવાબદાર ગણાવી હતી. તે સમયે દર્શકોએ તેની સરખામણી વનરાજ શાહ સાથે કરી હતી. આ અંગે અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવી સાથે વાતચીત કરતાં એક્ટરે કહ્યું હતું કે ‘લોકોએ સમજવાની જરૂર છે કે આ માત્ર સીરિયલ છે. અનુજ તેની પત્ની અનુપમાને પ્રેમ કરે છે. દરેક વ્યક્તિ અલગ-અલગ સ્થિતિમાં અલગ-અલગ રીતે રિએક્ટ કરે છે. તે અંદરથી તૂટી ગયો છે અને ખરાબ સ્થિતિમાં છે. અનુજ ફેમિલી મેન છે. શરૂઆતથી અત્યારસુધીમાં તે ઘણું ગુમાવી ચૂક્યો છે. તેણે તેના માતા-પિતા અને બહેન ગુમાવી છે. જ્યારે દીકરી દૂર જતી રહી તો તે સહન કરી શક્યો નહીં. અનુજ સ્વભાવે શાંત છે પરંતુ ક્યારેય શાંત વ્યક્તિનો ગુસ્સો પણ ફૂટી શકે છે. કોઈ પણ વ્યક્તિ પર્ફેક્ટ નથી હોતી અને આ દરેકે સમજવાની જરૂર છે’.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz