થાણેમાં ઉચ્ચ ગુણવત્તાની નકલી કરન્સી નોટોની જપ્તિના કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા વધુ એક ગુંડા મહંમદ ફૈયાઝ શિકિલકરની થાણેના નૌપાડા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આ સાથે તેની પાસેથી 12 ધારદાર તલવારો પણ જપ્ત કરવામાં આવી છે.
ઉપરાંત 2021માં થાણે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જપ્ત કરાયેલી રૂ. 2.98 નકલી નોટો સંબંધમાં વાંધાજનક દસ્તાનેજો પણ તેની પાસેથી જપ્ત કરવામાં આવી છે. શિકિલકર નકલી નોટોના વિતરણ બાબત ડી-કંપનીના સતત સંપર્કમાં હતો. અગાઉ પ્રકરણમાં એનઆઈએ દ્વારા મુંબઈમાં છ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં અનેક વાંધાજનક સામગ્રીઓ જપ્ત કરવામાં આવી છે. આ નકલી નોટો ભારતમાં ઘુસાડવામાં ડી-કંપનીની ભૂમિકા બહાર આવી છે.
થાણે પોલીસની ક્રાઈમ બ્રાન્ચે નવેમ્બર 2021માં રૂ. 2.98 લાખની નકલી કરન્સી નોટો જપ્ત કરવામાં આવી હતી. આ પ્રકરણની તપાસમાં ભારતમાં નકલી નોટો ઘુસાડવામાં ડી કંપનીની ભૂમિકા બહાર આવી છે. દેશની આર્થિક સ્થિતિને ડામાડોળ કરવાનો ડી- કંપનીનો બદઈરાદો હોવાથી આ પ્રકરણની વધુ તપાસ 3 ફેબ્રુઆરી, 2023થી એનઆઈએએ હસ્તક લીધી છે, જેમાં તેણે આ પહેલી જ ધરપરડ કરી છે. હજુ વધુ લોકોની સંડોવણીની તપાસ કરવામાં આવી રહી છે. ડી-કંપની એટલે ભાગેડુ ગેન્ગસ્ટાર દાઉદ ઈબ્રાહિમની ટોળકી.
દાઉદ 1993ના મુંબઈની શ્રેણીબદ્ધ બોમ્બવિસ્ફોટમાં મુખ્ય આરોપી છે. બુધવારે એનઆઈની ટીમો દ્વારા મુંબઈમાં નકલી નોટોના પ્રકરણમાં આરોપીઓ અને શકમંદોનાં ઘરો અને ઓફિસો પર સાગમટે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન ધારદાર શસ્ત્રો, ડિજિટલ ઉપકરણો અને દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા, જે પરથી નકલી નોટ કૌભાંડમાં દાઉદ ગેન્ગનું સીધું જોડાણ હોવાનું સ્થાપિત થયું છે. આ કેસ રૂ. 2000ની ભારતીય કરન્સીની નકલી નોટોની જપ્તિ સંબંધનો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
થાણેના નૌપાડામાં રિયાઝ અને નસીર એમ બે જણની નકલી નોટો સાથે 18 નવેમ્બર, 2021ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આ બંને હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. થાણે પોલીસે પણ આ હાઈ- પ્રોફાઈલ કેસમાં અનેક ઠેકાણે દરોડા પાડ્યા હતા. આરોપીઓ સામે ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી. જોકે આ કૌભાંડની વ્યાપ્તિ ધ્યાનમાં લેતાં એનઆઈએ દ્વારા 7 ફેબ્રુઆરી, 2023ના રોજ આ કેસ પોતાના હસ્તક લઈ લેવાયો હતો.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w