કિડનીના રોગનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. વધુમાં વધુ દર્દીઓ આ રોગનો ભોગ બની રહ્યા છે. આ દર્દીઓને ડાયાલિસિસની સુવિધા જરૂરી હોય છે. સામાન્ય દર્દીઓને આ સુવિધાનો ખર્ચ પરવડતો નથી એ ધ્યાનમાં લેતા સેંટ જ્યોર્જ હોસ્પિટલમાં હવે એના માટે 10 બેડ ઉપલબ્ધ કરી આપવામાં આવ્યા છે.
આ સુવિધા મફત ઉપલબ્ધ હશે. ઓપીડી સહિત નોંધણી કરીને આવતા દર્દીઓને એનો ફાયદો થશે. જીવનશૈલીમાં ફેરફાર તેમ જ કોરોનાના સંક્રમણ બાદ કેટલાક દર્દીઓમાં આ સંદર્ભની ફરિયાદોમાં વધારો દેખાયો છે. દવાનો વધુ પડતો ઉપયોગ, સ્ટેરોઈડ્સ જેવા કારણોસર કિડનીની ગંભીર સમસ્યા ઊભી થાય છે. કેટલીક હોસ્પિટલોમાં અત્યંત ઓછા દરમાં દર્દીઓને ડાયાલિસિસની સુવિધા આપવામાં આવે છે.
મહાપાલિકાની કેટલીક હોસ્પિટલોમાં એક્યુટ ડાયાલિસિસ કરવામાં આવે છે. આ ડાયાલિસિસ કર્યા પછી દર્દીઓમાં કેટલાક ખાસ પ્રકારનો ત્રાસ ઉદભવે અથવા બીમારીના લક્ષણ દેખાય તો તેમને તરત મેડિકલ સારવાર આપવી પડે છે. મેડિકલ પુનર્વસનનો આ ભાગ હોસ્પિટલમાં બશે. તેથી દર્દીઓનો ચોક્કસ મદદ મળશે એવો વિશ્વાસ હોસ્પિટલ પ્રશાસને વ્યક્ત કર્યો હતો.
હિમો ડાયાલિસિસની સુવિધા પણ સેંટ જ્યોર્જ હોસ્પિટલમાં આપવામાં આવશે. એચઆઈવી તેમ જે એચબીસીજી જેવી બીમારીવાળા દર્દીઓ માટે બેડ અનામત રાખવામાં આવશે. આ પહેલાં કોરોનાના દર્દીઓમાં વધારો થાય તો દર્દીઓને ડાયાલિસિસની સુવિધા પૂરી પાડતા અડચણ આવતી હતી. હવે ફરીથી એવી અડચણ ન થાય એ માટે કોરોના દર્દીઓ માટે વિશેષ બેડ અનામત રાખવામાં આવશે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w