ઝૂંપડપટ્ટી પુનર્વિસન યોજના (SRA) માટે ઉપનગરમાં ૭૬૦૦ ચો. મીટરનો પ્લોટ પ્રપ્ત કરવાના રાજ્ય સરકારના નિર્ણયન બોમ્બે હાઈ કોર્ટે રદબાતલ કર્યો છે. નોટિફિકેશન પૂર્વેની પ્રક્રિયા છેતરામણી જણાતી હોવાનુ કોર્ટે નિરીક્ષણ કર્યું હતું. ટૂંકા ગાળામાં ડેવલપર અને પ્રસ્તાવિત સોસાયટીએ ડેવલપમેન્ટ કરાર કરી નાખ્યા , ડિક્લેરેટરી સુટ ફાઈલ કર્યો, પરસ્પર સંમતીનો કરાર કર્યો અને માલિકની પીઠ પાછળ કોર્ટનો આદેશ મેળવ્યો હોવાનું કોર્ટે નોંધ્યું હતું.
સંમતિ મેળવ્યા બાદ મિલકતના વિકાસ માટે માલિક પાસેથી નાહરકત પ્રમાણપત્ર મેળવવા સહિતના કૃત્યો, છેતરપિંડીથી મેળવેલા સંમતિના આદેશને આધારે એસઆરએ દ્વારા અપોલા આદેશને કાયદેસર કરતા નથી, એમ કોર્ટે જણાવ્યું હતું.
ઝૂંપડપટ્ટી પુનર્વસન પ્રોજેક્ટના ભાગરૃપે મુંબઈ ઉપનગરમાં ૧૭ નવેમ્બર ૨૦૧૬ના રોજ બહાર પડાયેલા જે સરકારી જાહેરનામા દ્વારા મિલકત પ્રાપ્ત કરાઈ હતી એ જાહેરનામાને રદ કરવા હાઈકોર્ટમાં અરજદાર ભરત પટેલે અરજી કરી હતી. ૨૬ ઓગસ્ટ ૨૦૧૫ના રોજ એસઆરએએ જમીન માલિકોને કારણદર્શક નોટિસ આપીને સરકાર પુનર્વસન યોજના હેઠળ જમીન કેમ પ્રાપ્ત કરે નહીં એનો ખુલાસો માગ્યો હતો.પટેલે આ જમીન પોતે પુનર્વિકાસ કરશે એમ જવાબ આપીને વાંધો ઉઠાવ્યો હતો. જાહેર રસ્તા માટે જમીનનો એક હિસ્સો આરક્ષીત હોવાનું ડેવલપમેન્ટ પ્લાન્ટમાં હોવાની પણ નોંધ કરાઈ હતી. આ આરક્ષણ બદલવા માલિકનું નો ઓબ્જેક્શન જરૃરી છે.
જમીનની પ્રાપ્તિ પ્રક્રિયા સામે જમીનમાલિકને વાંધો ન હોવાના રાજ્ય સરકારની રજૂઆત પર એસઆરએએ આધાર રાખ્યો હતો. આ બાબતનો વિચાર કર્યા વિના પટેલને વળતર ચૂકવણીની સુનાવણીની તારીખ નક્કી કરવા નોટિસ અપાઈ હતી.
ત્યારબાદ પટેલે ૨૦૧૬માં આ પ્રક્રિયાને હાઈ કોર્ટમાં પડકારી હતી. રિટ અરજી પ્રલંબિત હોવા છતાં સરકારે પ્રાપ્તિ માટે નોટિફિકેશન બહાર પાડયું અને પટેલની બાજુ સાંભળી નહોતી. પ્રસ્તાવિત સોસાયટીના સભ્યોને મિલકત ડેવલપમેન્ટ માટે ડેવલપર સિવાય ત્રીજા પક્ષને ટ્રાન્સફર કરવાથી અટકાવવાનો આદેશ મેળવવા ડેવલપરે સિવિલ કોર્ટમાં અરજી કરી હતી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w