મુલુંડમાં એક વરિષ્ઠ નાગરિકને ૪ લાખ રૂપિયાનું પેન્શન મેળવવા માટે ૧૬ લાખ રૂપિયા ગુમાવવા પડ્યા હતા. એક છેતરપિંડી કરનારે તેમને એમ કહીને ફસાવ્યા કે તે પેન્શન ઓફિસમાંથી બોલે છે. મુલુંડના ૬૯ વર્ષીય વરિષ્ઠ નાગરિક સુંદર નાથનને ૧૬ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યે લેન્ડલાઈન પરથી કોલ આવ્યો હતો. તેમને આ ફોન પેન્શન ઓફિસમાંથી પ્રિયા સિંહના નામે આવ્યો હતો. તેમને કહેવામાં આવ્યું હતું કે જો તેઓને ૪ લાખ ૮૭ હજાર ૮૭૨ રૂપિયાનું પેન્શન જોઈતું હોય તો તેના માટે વહેલી તકે પ્રક્રિયા કરવી પડશે. સુંદર આ માટે તૈયાર થઈ ગયેલ.
ફોન પર વાત કરતી વખતે પ્રિયા સિંહ નામની મહિલાએ સુંદરને કીધું કે તે તેને એકાઉન્ટ વિભાગમાં ટ્રાન્સફર કરી રહી છે. તેઓ સંમત થતાં જ કોલ બીજા નંબર પર ટ્રાન્સફર થઈ ગયો. ત્યાં ઉર્મિલા ઠાકુર નામની મહિલાએ તેમની સાથે વાત કરવાનું શરૂ કર્યું. જો તેઓ પેન્શનની પ્રક્રિયા કરવા માંગતા હોય તો તેમને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એકાઉન્ટ નંબર પર ૫૩૨૦ રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવ્યું હતું. તે મુજબ સુંદરે પ્રોસેસિંગ માટે રૂ.૫૩૨૦ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં ટ્રાન્સફર કર્યા. ત્યારબાદ ૨૮મીએ તેમને શરાફત ઉલખિત ખાન નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. કથિત શખ્સે તેમને કહ્યું કે તેઓ પેન્શન વિભાગમાંથી વાત કરી રહ્યા છે અને તમારી પેન્શનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અન્ય પ્રક્રિયા માટે રૂ.૨૮ હજાર ૯૬૦ની જરૂર પડશે.તે મુજબ તેમણે તેમના ખાતામાંથી રૂ.૨૮ હજાર ૯૬૦ રૂપિયા તુરત ટ્રાન્સફર કર્યા હતાં.
થોડા દિવસો બાદ ફરી તેમનો સંપર્ક કરવામાં આવ્યો અને ફરીથી ૫૩ હજાર ૨૯૭ રૂપિયા અને ૪૪ હજાર ૭૬૯ રૂપિયા માંગવામાં આવ્યા. સુંદરે કોઈપણ ગેરંટી વગર સૂચના મુજબના પૈસા તેના ખાતામાં ટ્રાન્સફર કર્યા. ત્યારબાદ તમારે ૯૮ હજાર ૯૪૦ રૂપિયા કહીને તમારું ટ્રાન્સફર મેમોરેન્ડમ બનાવવું પડશે એમ કહી તેમની પાસેથી નાણાં વસૂલ કરાયા. થોડા દિવસો પછી સુંદરને ફરીથી ૯૫ હજાર ૨૨૮ રૂપિયા અને ૧૭૦૦૦ રૂપિયા અલગ-અલગ ખાતામાં ટ્રાન્સફર કરવાનો કોલ આવ્યો. તેથી તેમણે ફરીથી પૈસા ટ્રાન્સફર કર્યા. પરંતુ તેમની પાસેથી વિવિધ કાર્યવાહીના નામે પૈસાની માંગણી શરૂ કરાઇ હતી.
સુંદરને એ પણ સમજાયું કે એક સમયે તેઓ ચાર લાખને બદલે પાંચ લાખ પર પ્રક્રિયા કરી રહ્યાં હતાં. પરંતુ સામેથી કહેવામાં આવ્યું કે આ બધા પૈસા તેમના ખાતામાં પાછા આવશે. ગઠીયાના કહેવા મુજબ તેમણે ૧૧ લાખથી વધુ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. તેમણે એક વર્ષમાં ૪ લાખના પેન્શન પેટે ૧૬ લાખ ૫ હજાર ૮૪ રૂપિયા ચૂકવ્યા હતા. પરંતુ પછી તેઓને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ રહી છે અને તેઓ આજ સુધીના તમામ વ્યવહારોના નિવેદન સાથે નવઘર પોલીસ સ્ટેશને પહોંચ્યા અને રિયા સિંહ, ઉર્મિલા ઠાકુર, મધુ દેસાઈ, ચેતના સિંહ, મેધા, અરુણા ત્યાગી, સરાફત, સાક્ષી શર્મા અલકા સિંહનું નામ લીધું હતું. અલગ-અલગ નામ ધરાવતા વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
આ અંગે સાયબર પોલીસે અપીલ કરી છે કે પેન્શન કે ઈન્સ્યોરન્સ કે મેડિક્લેમના નામે અજાણ્યા નંબરો પરથી વરિષ્ઠ નાગરિકોનો સંપર્ક કરીને તેમની પાસેથી માહિતી અને બેંકિંગ વિગતો લઈને નાણાકીય છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે. તેથી, આવા વ્યવહારો કરતી વખતે, વરિષ્ઠ નાગરિકોએ ખાતરી કરવી જોઈએ કે તેઓ લાલચમાં ફસાય નહીં અને સલામત વ્યવહાર કરે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz