ભાંડુપ, કસ્તુરબા માર્ગ, મેઘવાડી અને ગોરેગાવનાં પરીક્ષા કેન્દ્રોમાં આ ગેરરીતિ પકડાઈ હતી.
મુંબઈ પોલીસમાં કોન્સ્ટેબલની ભરતી માટે આયોજિત લેખિત પરીક્ષા દરમિયાન ચાર જણ ગેરરીતિ કરતાં પકડાયા હતા. તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રવિવારે 213 પરીક્ષા કેન્દ્રોમાં લેખિત પરીક્ષા યોજાઈ હતી, જેમાં 83,847 નોંધાયેલા ઉમેદવારમાંથી 78,522 ઉમેદવારે પરીક્ષા આપી હતી. ભાંડુપ, કસ્તુરબા માર્ગ, મેઘવાડી અને ગોરેગાવનાં પરીક્ષા કેન્દ્રોમાં આ ગેરરીતિ પકડાઈ હતી. જોકે કોઈ અનિચ્છનીય ઘટના નોંધાઈ નહોતી. એક કેસમાં જાલના જિલ્લાનો 24 વર્ષનો ઉમેદવાર નાના ઈલેક્ટ્રોનિક ડિવાઈસ સાથે પરીક્ષા આપતો પકડાયો હતો.
ભાંડુપ કેન્દ્રમાં તે પરીક્ષા પેપરના ઉત્તરો લખવા માટે ડિવાઈસ પરથી સાથીની મદદ લેતો હતો. તેને પોલીસે કસ્ટડીમાં લીધો હતો.ભાંડુપના સિનિયર પીઆઈ નીતિન ઉનવણેએ જણાવ્યું કે આરોપીને નિકેશ આરેકર (29) તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે. તેણે કાનમાં સૂક્ષ્મ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ મૂક્યું હતું, જેને મદદથી તે કોપી કરતો હતો. ભાંડુપ પશ્ચિમના બ્રાઈટ સ્કૂલમાં તે પરીક્ષામાં કોપી કરતાં પકડાયો હતો. તેની સામે છેતરપિંડી, ભારતીય દંડ સંહિતાની અન્ય સુસંગત જોગવાઈઓ, મહારાષ્ટ્ર પ્રિવેન્શન ઓફ માલપ્રેક્ટિસીસ એટ યુનિવર્સિટી, બોર્ડ એન્ડ અધર સ્પેસિફાઈડ એક્ઝામિનેશન્સ એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w