છેલ્લા થોડા વર્ષથી મહિલાઓના એસટી બસમાં પ્રવાસમાં સુરક્ષા બાબતે ઊભા થયેલા પ્રશ્નને જોતા મહિલા પ્રવાસીઓની સુરક્ષા માટે બસમાં પેનિક બટન લગાડવામાં આવશે. દરેક બસ ડેપો પર અને નવી આવનારી બસોમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે. સુરક્ષારક્ષકોની સંખ્યા વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. એના સહિત એસટી બસ ડેપોનું આધુનિકીકરણ કરીને પ્રવાસીઓને દરજ્જાદાર સુવિધાઓ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે એમ પરિવહન મંત્રી તથા એસટી મહામંડળના અધ્યક્ષ પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું.
રાજ્યના એસટી ડેપો અત્યાધુનિક સેવાસુવિધાયુક્ત કરવામાં આવશે. બાંધો, વાપરો અને હસ્તાંતરિત કરોના ધોરણે વિકસિત કરવા પર ભાર મૂકવામાં આવશે. બાંધો, વાપરો અને હસ્તાંતરિત કરો અથવા ખાનગી સાર્વજનિક ભાગીદારી ધોરણે આ જમીન વિકસિત કરીને ત્યાં એસટી મહામંડળને જરૂરી બસ ડેપો, આસ્થાપના કાર્યાલયો સંબંધિત ડેવલપર તરફથી બંધાવવા, એસટી મહામંડળના રાજ્યમાં 842 ઠેકાણે 1 હજાર 360 હેકટર જમીન છે. એનું શહેરી, અર્ધશહેરી અને ગ્રામીણ એમ વર્ગીકરણ કરવામાં આવ્યું છે.

પહેલા તબક્કામાં 66 જગ્યાની ટેંડર પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. એમાં સંબંધિત ડેવલપરે એસટીના જિલ્લા સ્તરની જગ્યા સાથે તાલુકા સ્તરની જગ્યા અને ગ્રામીણ ભાગની જગ્યા એમ ત્રણ જગ્યા વિકસિત કરવાની છે. તેથી એસટીની અવિકસિત જગ્યા પણ સારા ડેવલપર દ્વારા વિકસિત થશે. રાજ્યની 13 કરોડ જનતાને સુરક્ષિત અને કિફાયતદાર પરિવહન સેવા આપતી એસટી મહારાષ્ટ્રની લોકવાહિની છે. ભવિષ્યમાં એસટી આર્થિક દષ્ટિએ સક્ષમ કરીને પ્રવાસીઓને દરજ્જાવાળી અવરજવર સેવા આપવા માટે કેટલાક નિર્ણય લેવામાં આવશે. એમાં બધા એસટી ડેપો પરના પ્રસાધનગૃહ અત્યાધુનિક પદ્ધતિના સ્વચ્છ અને સેનિટાઈઝ્ડ હશે. તેમ જ પ્રવાસીઓની સુરક્ષામાં વધારો કરવામાં આવશે એમ સરનાઈકે ઉમેર્યું હતું.
25 હજાર બસ દાખલ થશે
અત્યારે એસટી મહામંડળના કાફલામાંની તમામ જૂની બસ ભંગારમાં જશે. એના ઠેકાણે નવી બસ ઉપલબ્ધ કરી આપવામાં આવશે. આ વર્ષે 2 હજાર 640 લાલપરી બસ કાફલામાં દાખલ થશે જેમાંથી 113 ડેપોમાં 800 કરતા વધુ નવી બસ પ્રવાસીઓની સેવામાં છે. અત્યારે 3 હજાર નવી બસની ટેંડર પ્રક્રિયા ચાલુ છે. ભવિષ્યમાં ગ્રામીણ અને દુર્ગમ ભાગમાં ઉપયોગી થાય એવી મિડી બસ ખરીદવામાં આવશે. શહેરી ભાગના પ્રવાસીઓ માટે 200 અત્યાધુનિક, એસી સ્લીપર લાંબા અંતરના પ્રવાસીઓ માટે લેવામાં આવશે. તેથી ભવિષ્યમાં શહેરથી ગામડા સુધી, મહાનગરથી આદિવાસી પાડા સુધી એસટીની સેવા આપવાનો પ્રયત્ન કરવામાં આવશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
