કચ્છ યુવક સંઘ મધ્ય મુંબઈ શાખા દ્વારા રવિવારે શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ સંચાલિત કે. પી. હોલ, નવનીત જૈન હેલ્થ સેન્ટર દાદર પશ્ચિમ ખાતે એંકરવાલા રક્તદાન અભિયાન અંતર્ગત 44મી રક્તદાન શિબિરનું આયોજન થયું, જેને ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો.
આ રક્તદાન શિબિરમાં અતિથિ વિશેષ તરીકે આઈઆરએસ અધિકારી સમીર વાનખેડે તથા અભિનેત્રી અને ડાયરેકટર ક્રાંતિ રેડકર, કચ્છી સમાજના અગ્રણીઓ પિયુષભાઈ વિસનજી સાવલા, અપના બજારના ચેરમેન અનિલભાઈ ગંગર, શાંતિભાઈ મારૂ અને કચ્છ યુવક સંઘના મેનેજિંગ ટ્રસ્ટી હેમંત કારાણી, પ્રમુખ ભરતભાઈ ગોગરી, સંરક્ષક તલકશીભાઈ ફુરીયા, ટ્રસ્ટી દિલિપભાઈ રાંભિયા, ઉપ પ્રમુખ રાહુલભાઈ દેઢિયા, મહામંત્રી પરેશ છેડા, મંત્રી પુનિતભાઈ મામણીયા તથા મધ્ય મુંબઈ શાખાના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
અતિથિ વિશેષ સમીર વાનખેડેએ કચ્છ યુવક સંઘના કાર્યકર્તાઓને સેવાકાર્યો માટે અભિનંદન આપ્યા તથા પોતે કચ્છ યુવક સંઘ સાથે છેલ્લા એક વર્ષથી ૠષભભાઈના પરિચય થકી જોડાયેલ છે અને દર ચાર મહિને એંકરવાલા રક્તદાન શિબિરમાં રક્તદાન કરીને સામાજિક ફરજ બજાવે છે અને આગળ પણ સંસ્થા સાથે જોડાયલા રહેશે એમ કહ્યું. ક્રાંતિ રેડકરે કહ્યું કે આવી શિબિરના આયોજનથી ખૂબ પ્રભાવિત છે અને હવે તે દર ચાર મહિને એંકરવાલા રક્તદાન શિબિરમાં રક્તદાન કરશે.
સંસ્થા દ્વારા અને ઋષભભાઈ મારૂના નેતૃત્વમાં ચાલતા અંગદાન જાગૃતિ અભિયાન વિશે માહિતી લઈને અંગદાનના શપથ લીધા અને અંગદાન જાગૃતિ માટે પોતે પણ સંસ્થા સાથે જોડાયેલા રહેશે. સમીર અને ક્રાંતિએ રક્તદાતાઓ સાથે મળી અને એમના અનુભવો વિશે ચર્ચા કરી અને છેલ્લે ૠષભભાઈ મારૂને કચ્છની મુલાકાતે લઈ જઈ કચ્છ યુવક સંઘની કચ્છમાં ચાલતી 5 શાળાઓમાં વ્યસન મુક્તિ માટે સેમિનાર યોજવાની ઇચ્છા વ્યક્ત કરી અને સંસ્થાના કાર્યકર્તાઓ સાથે કચ્છ દર્શન માટે આવશે એવી બાંયધરી આપી હતી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w