July 21, 2024
11 11 11 AM
फ्री चिकित्सा शिविर एवं फ्री दवाई – MOBILE CLINIC
Entertainment – ‘बैड न्यूज’ ने पहले दिन बॉक्स ऑफिस पर की छप्पर फाड़ कमाई, ओपनिंग डे पर फिल्म ने कमाया इतना
સરકારી યોજનાના અમલમાં ગેરરીતિ થશે તો તે સહન કરવામાં આવશે નહીં – એકનાથ શિંદે
પેણની ગણપતિની મૂર્તિઓને જી.આઇ. ટેગ એનાયત થયું
મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસની હૉસ્ટેલમાં જમવાની થાળીમાં વાંદો નીકળ્યો
ગોવાની ટ્રિપ માટુંગામાં રહેતાં એક દંપતી માટે જીવલેણ પુરવાર થઈ
પોલીસની ચેતવણી છતાં હીરાબજારની મહિલા કર્મચારીનો પીછો કરનાર સામે ગુનો નોંધાયો
Health Tips – ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગ્યા છે, રસોડામાં રાખવામાં આવેલી આ વસ્તુઓ દરેક વાળને કાળા કરી દેશે
આજનું રાશિફળ (Saturday, July 20, 2024)
માત્ર ૨૦ મિનિટમાં ડોમ્બિવલીથી ટિટવાલા પહોંચી શકાશે
Breaking News
फ्री चिकित्सा शिविर एवं फ्री दवाई – MOBILE CLINIC Entertainment – ‘बैड न्यूज’ ने पहले दिन बॉक्स ऑफिस पर की छप्पर फाड़ कमाई, ओपनिंग डे पर फिल्म ने कमाया इतना સરકારી યોજનાના અમલમાં ગેરરીતિ થશે તો તે સહન કરવામાં આવશે નહીં – એકનાથ શિંદે પેણની ગણપતિની મૂર્તિઓને જી.આઇ. ટેગ એનાયત થયું મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસની હૉસ્ટેલમાં જમવાની થાળીમાં વાંદો નીકળ્યો ગોવાની ટ્રિપ માટુંગામાં રહેતાં એક દંપતી માટે જીવલેણ પુરવાર થઈ પોલીસની ચેતવણી છતાં હીરાબજારની મહિલા કર્મચારીનો પીછો કરનાર સામે ગુનો નોંધાયો Health Tips – ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગ્યા છે, રસોડામાં રાખવામાં આવેલી આ વસ્તુઓ દરેક વાળને કાળા કરી દેશે આજનું રાશિફળ (Saturday, July 20, 2024) માત્ર ૨૦ મિનિટમાં ડોમ્બિવલીથી ટિટવાલા પહોંચી શકાશે

ધર્મમંથન – ક્રોધમાં સંત પણ ચંડાલ બની જાય છે

એ ક સંત જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. એક વિશાળ વૃક્ષ નીચે વિશ્રામ કરવા બેઠા. ઘણું ચાલ્યા હતા એટલે થાક પણ ઘણો લાગ્યો હતો. ઘણો થાક લાગ્યો હોય એટલે ઊંઘ પણ તરત આવે. ઘસઘસાટ ઊંઘી ગયા. અલ્પ સમય પછી કોઈનો પગ વાગ્યો અને તેઓ ઉઠયા. કોનો પગ વાગ્યો ? એ જોયું તો ખ્યાલ આવ્યો કે દારુડિયો નશામાં ચાલી રહ્યો હતો એટલે પગ વાગ્યો. અંધારામાં દારુડિયો કોણ છે, તે ખ્યાલ ન આવ્યો પણ તે અસ્પષ્ટ બોલતો હતો, ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો જ્યાંથી પોતે નિકળ્યા હતા, તે જ ગામનો ચંડાલ હતો. ચંડાલે મને સ્પર્શ કર્યો – અરે સ્પર્શની વાત જવા દો, તેણે મને લાત મારી…! આ વિચાર સાથે જ ક્રોધાવિષ્ટ થઈ ગયા, અને ચંડાલને મારવા લાગ્યા. ક્રોધમાં વ્યક્તિ પોતે કોણ છે ? અને પોતે શું કરે છે ? તે ક્યાં ખ્યાલ હોય છે ?

સંતે ચંડાલને માર્યુ તો સામે ચંડાલ પણ સંતને મારવા લાગ્યો. આખરે તો ચંડાલ જ ને ! બંને એક-બીજાને ખૂબ મારવા લાગ્યા. ઘણાં સમય સુધી મારા-મારી ચાલી. આ બાજુ ચંડાલે મૂઢ માર માર્યો બીજાને ખૂબ મારવા લાગ્યા. ઘણાં સમય સુધી મારા-મારી ચાલી. આ બાજુ ચંડાલે મૂઢ માર માર્યો અને સંત મૃત્યુ પામ્યા. મૃત્યુ પામી તેઓ ભગવાન પાસે પહોંચ્યા. જેવા ભગવાનને જોયા ત્યાં જ જોર-જોરથી બૂમો પાડવા લાગ્યા કે ભગવાન, હું તમારી આખી જિંદગી સેવા કરું અને ચંડાલ જેવી નીચ વ્યક્તિ મને મારતી હોય, ત્યારે તમે મને બચાવવા માટે પણ ના આવો ! જો આવું જ હોય તો તમારી સેવાનો મતલબ શો ? સંતની વેદના સાંભળીને ભગવાન મરક-મરક હસવા લાગ્યા.

સંત શાંત થયા એટલે તેમણે પ્રેમાળ શબ્દોમાં કહ્યું: ‘જેવી મને ખબર  પડી કે ચંડાલ તને મારે છે, તેવો તરત હું તને બચાવવા માટે ત્યાં આવ્યો જ હતો. 

‘તો મને કેમ ન બચાવ્યો ?’ સંતે કહ્યું, ત્યારે ભગવાન બોલ્યા: ‘મારે તો તને – મારા વત્સને બચાવવો જ હતો, પણ મેં ત્યાં આવીને જોયું તો મને ખબર ના પડી કે બંનેમાં સંત કોણ છે ? અને ચંડાલ કોણ છે ?’ ભગવાન શું કહેવા માંગે છે, તે સંત સારી રીતે સમજી ગયા, એટલે શરમથી તેમણે પોતાનું મસ્તક ઝૂકાવી દીધું.

 ક્રૌધ ક્યારેય ના કરવો કારણ કે ક્રોધ કરવાથી આપણું ઉત્તમ વ્યક્તિત્વ પણ અધમ બની જાય છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us