- 12 સાયન્સનું પરિણામ મે મહિનાના પહેલા વીકમાં જાહેર થશે
- હાલમાં વિદ્યાર્થીઓના માર્કસની ડેટા એન્ટ્રીની કામગીરી ચાલી રહી છે
- ધોરણ.10 અને 12 બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ.10 અને 12ની બોર્ડની પરીક્ષાની 90 લાખથી વધુ ઉત્તરવહીનું મૂલ્યાંકન કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.
બોર્ડ દ્વારા હાલમાં વિદ્યાર્થીઓ મેળવેલા ગુણની ડેટા એન્ટ્રીની કામગીરી ચાલુ કરવામાં આવી છે. જેમાં પણ ધોરણ.12 સાયન્સની ડેટા એન્ટ્રીની 9૫ જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું બોર્ડના અધિકારીઓ જણાવી રહ્યાં છે. જેથી ધોરણ.12 સાયન્સની પરીક્ષાનું પરિણામ મે મહિનાના પહેલા અઠવાડીયામાં જાહેર થવાની શક્યતાઓ છે. ધોરણ.10 અને 12નું પરિણામ મે મહિનાના ત્રીજા અથવા ચોથા અઠવાડીયામાં જાહેર થઈ શકે છે.
શિક્ષણ બોર્ડ દ્વારા ગત 14 માર્ચથી 29મી માર્ચ દરમિયાન ધોરણ.10 અને 12 બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી અને 30 માર્ચથી મૂલ્યાંકન કામગીરી શરૂ કરવામાં આવી હતી. રાજ્યમાં ઉત્તરવહી મૂલ્યાંકન માટે કુલ 334 જેટલા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં વ્યવસ્થા કરાઈ હતી. ધોરણ.10માં 49 લાખ જેટલી ઉત્તરવહીઓ ચકાસવામાં આવી. જેમાં પ્રથમ ભાષાની 7.74 લાખ, દ્વિતીય ભાષાની 7.78 લાખ, ગણિત બેઝિકની 7.80 લાખ, ગણિત સ્ટાન્ડર્ડની 81 હજાર, વિજ્ઞાનની 8.60 લાખ, સામાજિક વિજ્ઞાનની 7.71 લાખ, અંગ્રેજીની 6.96 લાખ, ગુજરાતી દ્વિતીય ભાષાની 1.17 લાથ ઉત્તરવહી તપાસમાં આવી. આવી જ રીતે ધોરણ.12 સાયન્સમાં 6 લાખ જેટલી ઉત્તરવહીનું મૂલ્યાંકન કરાયું. જેમાં કેમિસ્ટ્રીની 1.23 લાખ, બાયોલોજીની 75 હજાર, મેથ્સની 42 હજાર, અંગ્રેજી દ્વિતીય ભાષાની 81 હજાર, ભાષા અને કમ્પ્યુટરની 1.15 લાખ ઉત્તરવહીનું મૂલ્યાંકન પૂર્ણ કરવામાં આવ્યું.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w