તા.૨૮-૦૩-૨૦૨૩ થી તા.૦૫-૦૪-૨૦૨૩, ચૈત્ર માસની નવપદની શાશ્વતી ઓળી દરમ્યાન શ્રીમતી કલ્પનાબેન સુનિલ ગાલા ગામ ગોધરા એ શ્રીપાલ – મયણા રાસનું ખૂબ જ સુંદર સમજણ સાથે સૌને રસપાન કરાવ્યું. તેમ જ નવ દિવસ સુધી શ્રી સંઘમાં ખુબ જ સરસ રીતે સિધ્ધચક્રની આરાધના કરાવી જે ખરેખર સરાહનીય હતી. તા. ૦૩-૦૪-૨૦૨૩ ના અચલગચ્છ પ્રમાણે મહાવીર જન્મ કલ્યાણક આવતા શ્રીમતિ કલ્પનાબેનની પ્રેરણાથી આપણા શ્રી સંઘમાં ખુબ જ સુંદર રીતે વિવિધ દ્રવ્યો દ્વારા મહાવીર સ્વામીના વર્ધમાન શક્રત્સવ અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતુ. એમણે સંગીતના સથવારે મંત્રોચ્ચાર કરી બધાને ભાવભક્તિમાં તરબોળ કરી દીધા હતા. તા. ૦૪-૦૪-૨૦૨૩ ના તપગચ્છ મુજબ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક નિમિત્તે શ્રી મહાવીર જૈન મિત્ર મંડળ દ્વારા બધા જ જૈન બાંધવો ને એકત્રિત કરી વીર પ્રભુની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા પુર્ણ થયા બાદ શ્રી સંઘના બાળકો દ્વારા ખુબ જ સુંદર નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું જે માટે બાળકો અને શિક્ષિકા બહેનો દ્વારા ખુબ જ સુંદર તૈયારી કરવામાં આવી હતી અને બપોરે શ્રી સંઘ સ્વામીવાત્સલ્યનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચૈત્ર સુદ પૂનમના શુભ દિવસે શ્રી શેત્રુંજય ગિરિરાજના ૧૦૮ ખમાસણા તથા વિશેષ આરાધનાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સંઘની મહાજનવાડીમાં નવ દિવસ સુધી આયંબિલ અને દસમે દિવસે આયંબિલની ઓળીના તપસ્વીઓનું પારણુ કરાવવામાં આવ્યું જેમાં શા. વલ્લભજી રામજી સાવલા ગામ મોટા આસંબિયા વાળા અને શ્રીમતિ રેખાબેન વિપુલ ગંગર ગામ બિદડા વાળા એ મુખ્યદાતાનો અનેરો લ્હાવો લીધેલ અને શ્રી સંઘના બાકી શ્રાવક શ્રાવિકાઓએ પણ યથાશકિત ફાળો લખાવેલ. શ્રી સંઘના શ્રાવક, શ્રાવિકા તથા બાળકોએ પણ યથાશકિત ખુબ જ ઉત્સાહભેર આયંબિલ કરેલ જે અનુમોદનીય હતા. આ રીતે નવપદની આ શાશ્વતી ઓળી દરમ્યાન સિધ્ધચક્રની આરાધના તથા આયંબિલ તપની સાધના, વીર પ્રભુના જન્મ કલ્યાણકની ઉજવણી તથા શ્રી શેત્રુંજય ગિરિરાજની વિશેષ આરાધના ખુબ જ સુંદર રીતે પાર પડી. સૌનો ઉત્સાહ ખુબ જ અનેરો હતો. શ્રી સંઘ સૌની ભૂરી ભૂરી અનુમોદના કરે છે. ભવિષ્યમાં પણ આવા જ ઉત્સાહથી સાથ સહકાર આપતા રહેશો એ જ અપેક્ષા એમ શ્રી મુલુંડ ચેકનાકા વાગ્લે ઇસ્ટેટ અચલગચ્છ જૈન સંઘ વતી માનદમંત્રીઓ શ્રી ચેતન ધનજી વિસરીયા (ભોજાય) +૯૧ ૯૩૨૦૬૮૯૪૩૧ શ્રી યોગેશ હિંમતલાલ ગંગર (નાંગલપુર) +૯૧ ૮૧૦૮૫૦૧૦૦૯ એ જણાવ્યું હતું.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz