વાહન નોંધણીમાંથી રાજ્ય સરકારે છપ્પર ફાડકે કમાણી કરી છે. તાજેતરમાં પૂરા થયેલા આર્થિક વર્ષમાં મુંબઈના ચાર પ્રાદેશિક પરિવહન કાર્યાલયના માધ્યમથી 2 લાખ 45 હજાર વાહનોની નોંધણી સાથે જ બીજા શુલ્કના માધ્યમથી સરકારને 2 હજાર 78 કરોડ રૂપિયાનું મહેસૂલ મળ્યું છે. એમાં સૌથી વધારે 665 કરોડ રૂપિયાની કમાણી તારદેવ આરટીઓના માધ્યમથી થઈ છે.
મુંબઈમાં દરરોજ નવા 10 હજાર વાહનોની નોંધણી થતી હોવાથી વાહનોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. 2022-23ના આર્થિક વર્ષમાં તારદેવ, વડાલા, અંધેરી, બોરીવલી એમ ચારેય આરટીઓ કાર્યાલયમાં વિક્રમજનક વાહનોની નોંધણી થઈ છે. મહેસૂલ સાથે જ વાહનોની નોંધણીમાં તારદેવ આરટીઓ કાર્યાલય મોખરે છે. તેની પાસેથી આખા વર્ષમાં 64 હજાર 876 વાહનોની નોંધણી થઈ છે. ગયા વર્ષે 51 હજાર 556 વાહનની નોંધણીથી 500 કરોડ રૂપિયાનું મહેસૂલ મળ્યું હતું. વડાલા આરટીઓમાંથી 445 કરોડ રૂપિયાનું મહેસૂલ મળ્યું છે. અંધેરી આરટીઓમાંથી 553 કરોડ રૂપિયા અને બોરીવલી આરટીઓ કાર્યાલયમાંથી સરકારને 415 કરોડ રૂપિયાનું મહેસૂલ મળ્યું છે.
વીઆઈપી નંબર માટે પરિવહન વિભાગ તરફથી વધુ શુલ્ક વસૂલ કરવામાં આવે છે. એ અનુસાર આખા વર્ષમાં તારદેવ આરટીઓ કાર્યાલયમાંથી 8 હજાર 58 વાહનોને વીઆઈપી નંબર આપવામાં આવ્યો છે. એમાંથી 11 કરોડ રૂપિયાનું મહેસૂલ મળ્યું છે. દરમિયાન આખા વર્ષમાં તારદેવ આરટીઓમાં 3 હજાર 487 ઈલેકટ્રીક વાહનની નોંધણી થઈ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz