મુલુન્ડ (વે)માં ગીતા ભુવનમાં રહેતા રાજેશભાઈ મહેતાની સુપુત્રી કુ. ઝીલની દિક્ષા બુધવાર, તા. ૩ મે ૨૩ના રોજ બોરીવલીમાં એમ.કે. ગ્રાઉન્ડ ખાતે ગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજયપુણ્યપાલસૂરીશ્વરજીના આશીર્વાદ સાથે સંપન્ન થઈ હતી.
નૂતન દિક્ષિત કુ. ઝીલનું દિક્ષા પછીનું નામ સાધ્વી શ્રી લક્ષગુણાશ્રીજી આપવામાં આવ્યું છે અને તેઓ સાધ્વીશ્રી લબ્ધગુણાશ્રીજી મ.સા.ના શિષ્યા બન્યા છે. બોરીવલી ખાતે દિક્ષા સમારોહમાં મુલુન્ડથી ઘોઘારી સમાજના પ્રમુખ નલિનભાઈ આર.કે. શાહ, ભરતભાઈ સી.એ. તેમજ વિહાર સેવા ગ્રુપના સ્વયંસેવકો અંબરીશ શાહ અને વિજય શાહએ હાજરી આપી હતી તેમજ કલ્યાણ મિત્રો જયેશ શાહ, મનીષ શાહ, પ્રજ્ઞેશ ધામી, મુલુન્ડ જૈન મિત્ર મંડળના ટ્રસ્ટીગણ તેમજ કમિટિ મેમ્બર્સ અને મંડળની શ્રાવિકાઓ પણ સમારોહમાં પધાર્યા હતા.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w