મુંબઇના પરા બોરીવલીના ગોરાઇ ખાતે આવેલા પ્રખ્યાત એમ્યુઝમેન્ટ પાર્ક એસ્સેલ વર્લ્ડ પ્રખ્યાત છે. એસ્સેલ વર્લ્ડ હાલમાં એક આંચકાજનક સમાચાર જાણવા મળ્યા છે. એસ્સેલ વર્લ્ડની વેબસાઇટ પર આ એમ્યુઝમેન્ટ પાર્ક બંધ કરી દેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં એસ્સેલ વર્લ્ડે આગળની સૂચના ન મળે ત્યાં સુધી કામગીરી બંધ કરી દીધી હોવાની જાહેરાત કરી હતી. એસ્સેલ વર્લ્ડની વેબસાઈટ પરની જાહેરાત અનુસાર, મુંબઈ એમ્યુઝમેન્ટ પાર્ક અસ્થાયી રૂપે બંધ છે. “અમે આગળની સૂચના સુધી અસ્થાયી રૂપે બંધ છીએ,” એમ જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે. આ જાહેરાતથી લોકો ચિંતામાં આવી ગયા છે. જોકે, કેટલાક લોકો એવો વિચાર પણ વ્યક્ત કરી રહ્યા છે કે એસ્સેલ વર્લ્ડને રિનોવેશન માટે બંધ કરવામાં આવ્યું હોઇ શકે છે.
મુંબઈની બહાર ગોરાઈમાં સ્થિત, એસ્સેલ વર્લ્ડ નામનો થીમ પાર્ક આવેલો છે, જેમાં વોટર કિંગડમ નામનો 22 એકરનો વોટર પાર્ક, એક બર્ડ પાર્ક, એક સ્કેટિંગ રિંક, ઘણી રાઈડ્સ, એક ડિસ્કોથેક અને ફૂડ કોર્ટ આવેલા છે. મુંબઇની શાળાઓની પિકનિક માટે આ મનોરંજન પાર્ક લોકપ્રિય પસંદગી હતો.
આધારભૂત સૂત્રો જણાવે છે કે કોરોના રોગચાળાના સમયથી આ પાર્ક બંધ છે. જોકે, કેટલાક લોકો જણાવે છે કે વોટર કિંગડમ (વોટર પાર્ક) હજી ચાલુ છે, પણ એ પણ અસ્તવ્યસ્ત સ્થિતિમાં છે. એસ્સેલ વર્લ્ડનો બર્ડ પાર્ક પણ મુલાકાતીઓ માટે હજી ખુલ્લો છે. જોકે, બાકીની સુવિધાઓ ફરી ક્યારે કાર્યરત થશે તે સ્પષ્ટ નથી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w
News