બંગાળમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને સિનેમા એસોસિએશને તમિલનાડુમાં ફિલ્મને બતાવવાની ના પાડી દીધી છે. આ દરમિયાન યુપી અને મધ્યપ્રદેશમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે.
એક તરફ ‘ધ કેરલા સ્ટોરી’ જોવા માટે દર્શકો સિનેમાઘરોમાં ઉમટી રહ્યા છે, તો બીજી તરફ આ ફિલ્મને લઈને રાજકારણ ગરમાય રહ્યું છે. બંગાળમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને સિનેમા એસોસિએશને તમિલનાડુમાં ફિલ્મને બતાવવાની ના પાડી દીધી છે. આ દરમિયાન યુપી અને મધ્યપ્રદેશમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે.
આ ફિલ્મને લગતો વિવાદ હવે મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયો છે. અહીં એનસીપીના વરિષ્ઠ નેતા જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે આ ફિલ્મમાં જુઠ્ઠાણું બતાવવામાં આવ્યું છે. ત્રણ છોકરીઓની વાર્તા 32 હજારની છે. વધુમાં એક વિવાદાસ્પદ નિવેદન આપતાં તેમણે કહ્યું કે આ ફિલ્મ બનાવનારાઓને ફાંસી થવી જોઈએ.
ધ કેરલા સ્ટોરી NCP નેતાનું વિવાદાસ્પદ નિવેદન
ધ કેરલા સ્ટોરી પર અગાઉ જિતેન્દ્ર આવ્હાડે ટ્વીટ કરીને સવાલ ઉઠાવ્યા હતા. જે બાદ આજે વિવાદાસ્પદ નિવેદન આપતા મામલો ગરમાયો છે. આ ફિલ્મમાં બતાવ્યા પ્રમાણે ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા કથિત રીતે મહિલાઓ સાથે જુર્મ કરવામાં આવે છે. ફિલ્મમાં એક સીન એવો પણ છે જેમાં એક મહિલાના લિપસ્ટિક લગાવવાને લઈને મહિલાનો હાથ તો તેના પતિનુ ઘળ અલગ કરી દેવામાં આવે છે. જો કે આ એક તાલિબાની પ્રવૃતિ જ છે. ત્યારે આ ફિલ્મનો વિરોધ કરનાર પાર્ટીઓ શું આ તાલિબાની પ્રવૃત્તિને સમર્થન આપી રહી હોવાનો પણ સાવાલ ઉભો થઈ રહ્યો છે.
માત્ર ત્રણ છોકરીઓની સ્ટોરી 32000ની નહી- અવ્હાડ
ફિલ્મને લઈને આવ્હાડે કહ્યું હતુ ફિલ્મ જુઠ્ઠાણાની ફેલાવી રહી છે. કેરળમાં જે ચિત્ર બતાવવામાં આવ્યું છે તેનાથી ઘણું અલગ છે. તેમણે લખ્યું કે આખો મામલો માત્ર ત્રણ છોકરીઓનો છે, પરંતુ ફિલ્મમાં 32,000નો દાવો કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં બતાવ્યા પ્રમાણે તે પોતાની બહેનોને નીચી ગણવાની વિચારસરણી ધરાવે છે. અમારી બહેનો મૂર્ખ છે અને તેમને કંઈ ખબર નથી એવું બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ફિલ્મમાં મહિલાઓને પુરૂષો કરતા ઉતરતી દર્શાવવામાં આવી હતી. આ છે કેરળના નામવાળી ફિલ્મની વાસ્તવિકતા. ત્યારે ફિલ્મ બનાવનારને ફાંસીની સજા થવી જોઈએ.
ફિલ્મો હિંસા ફેલાવવા માટે બનાવામાં આવી !
NCP નેતાએ કહ્યું કે આ ફિલ્મો હિંસા ફેલાવવા માટે બનાવવામાં આવી રહી છે. જુઠ્ઠાણાના આધારે નફરત ફેલાવવાની અને તેના દ્વારા ચૂંટણી લડવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, બંગાળના સીએમ મમતા બેનર્જીએ ગઈકાલે રાજ્યમાં ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી. તેણે તો ત્યાં સુધી કહ્યું હતું કે આ ફિલ્મ બીજેપીના ફંડિંગથી બની છે. હવે બંગાળ પર પણ આવી જ ફિલ્મ બનાવવામાં આવી રહી છે, જેમાં રાજ્યને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w