July 24, 2024
11 11 11 AM
Зеркало ПокерОК: Быстрые и надежные рабочие зеркала
Покерок: Гид по бонусам и акциям
Бонусы казино Риобет: что предлагает программа лояльности
Казино без вложений 2024: Получи свой первый бонус
IPLANET INTERNATIONAL COURIER
બોરીવલીનું બાભઈ સ્મશાનગૃહ ચાલુ કરવા વૃદ્ધાની બેમુદત ભૂખહડતાળ શરૂ
સાઉથ મુંબઈની 849 ઈમારતોના માલિકોને રિડેવલપમેન્ટ આગળ ધપાવવા નોટિસ
બજેટની એક જાહેરાતથી મધ્યમ વર્ગને થયો છે આ મોટો ‘છૂપો’ ફાયદો, હવે બચશે હજારો રૂપિયા, જાણો કેવી રીતે
મુલુંડમાં પોલીસો માટેની બનતી વસાહતમાં જ ઈલેક્ટ્રિક હાઉસીંગ વાયરની ચોરી થઈ ગઈ
મુંબઈથી પુણે નવી રેલવે યોજનાથી અંતર ઘટશે
Breaking News
Зеркало ПокерОК: Быстрые и надежные рабочие зеркала Покерок: Гид по бонусам и акциям Бонусы казино Риобет: что предлагает программа лояльности Казино без вложений 2024: Получи свой первый бонус IPLANET INTERNATIONAL COURIER બોરીવલીનું બાભઈ સ્મશાનગૃહ ચાલુ કરવા વૃદ્ધાની બેમુદત ભૂખહડતાળ શરૂ સાઉથ મુંબઈની 849 ઈમારતોના માલિકોને રિડેવલપમેન્ટ આગળ ધપાવવા નોટિસ બજેટની એક જાહેરાતથી મધ્યમ વર્ગને થયો છે આ મોટો ‘છૂપો’ ફાયદો, હવે બચશે હજારો રૂપિયા, જાણો કેવી રીતે મુલુંડમાં પોલીસો માટેની બનતી વસાહતમાં જ ઈલેક્ટ્રિક હાઉસીંગ વાયરની ચોરી થઈ ગઈ મુંબઈથી પુણે નવી રેલવે યોજનાથી અંતર ઘટશે

મહાયુતિને ભીંસમાં લેવા માટે કોંગ્રેસનું આજે શુક્રવારે રાજ્યમાં કીચડ ફેંકો આંદોલન

લોકસભાની ચૂંટણીમાં બધાને પાછળ મૂકીને મોટો ભાઈ બની ગયેલી કોંગ્રેસ હવે મહાયુતિને ભીંસમાં લેવા માટે કોઈ કસર બાકી રાખવા માગતી નથી. ખાસ કરીને લોકસભા બાદ વિધાનસભામાં પણ ઉત્તમ દેખાવ કરવા માટે કોંગ્રેસે જોરદાર તૈયારી શરૂ કરી દીધી છે. આના જ ભાગરૂપ હવે કોંગ્રેસે કીચડ ફેંકો આંદોલન કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યની જનતા અનેક સમસ્યાઓનો સામનો કરતી હોવા છતાં મહાભ્રષ્ટ યુતિ સરકાર તે તરફ જાણીબૂજીને દુર્લક્ષ કરી રહી છે. આ સરકારે જનતાને ભગવાન ભરોસે છોડી દીધી છે. આ મહાભ્રષ્ટ, નિષ્ક્રિય સરકાર વિરુદ્ધ કોંગ્રેસ શુક્રવારે રાજ્યના સર્વ જિલ્લા મુખ્યાલય ખાતે સવારે 11.00 વાગ્યે સરકારની પ્રતિમા પર કીચડ ફેંકો આંદોલન કરીને ભાજપ પ્રણિત સરકારનો વિરોધ કરશે.

ખાસ કરીને વિધાનમંડળનું સત્ર નજીક આવી રહ્યું છે ત્યારે કોંગ્રેસ વધુ આક્રમક બની ગઈ છે. મહાયુતિનો કારભાર કેટલો ઉદાસીન છે તે બતાવવા માટે કોંગ્રેસ કટિબદ્ધ બની છે. રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર ખેડૂતો, શ્રમિકો, દલિતો, અલ્પસંખ્યાક, મહિલાઓ, યુવાનો, ગરીબ અને સામાન્ય જનતાની વિરોધી છે. છત્રપતિ શિવાજી મહારાજ, રાજર્ષી શાહુ મહારાજ, મહાત્મા ફુલે અને ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના વિચારો પર ચાલનારા મહારાષ્ટ્રની પ્રતિમાને કલંક લગાવવાનું કામ આ સરકારે કર્યું છે. છેલ્લાં 10 વર્ષથી ભાજપ સરકારે રાજ્યના ઔદ્યોગિક વિકાસને અવરોધ્યો છે.

સરકારી નોકરી ભરતી કરાતી નથી. સ્પર્ધા પરીક્ષા સમયસર લેવાતી નથી. આ પરીક્ષાઓ લેવામાં આવે તો પેપર ફૂટવાનું ગ્રહણ લાગે છે. ખેડૂતો સંકટમાં છે, પરંતુ તેમને મદદ અપાતી નથી. કાંદો, કપાસ, સોયાબીન સહિત કોઈ પણ ઉત્પાદનોને ભાવ મળતો નથી. સરકાર એએસપી આપતી નથી. મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહેલી જનતાને મદદ કરવાને બદલે સરકાર જનતાનું શોષણ અને આર્થિક છેતરપિંડી કરી રહી છે. નીટ પરીક્ષાના પેપર ફૂટ્યા અને પરિણામમાં ગેરરીતિને લીધે દેશભરના લાખ્ખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં આવ્યું છે, એમ કોંગ્રેસે જણાવ્યું હતું.

મોંઘવારી, બેરોજગારી, પેપર ફૂટવા, મહિલા સુરક્ષા, ખાતર, બીજનાં કાળાંબજાર, લોન માટે ખેડૂતોની હેરાનગતી, કીચડમાં પોલીસ ભરતી, રાજ્યના સરકારી ખાલી પદો ભરવા બાબતે ઢીલી નીતિ, રાજ્યનાં બગડેલાં કાયદો અઅને વ્યવસ્થા, શ્રીમંત નબીરાઓ દ્વારા ગરીબોને વાહન હેઠળ કચડી નાખવા, મહિલાની ભરરસ્તે રસ્તા પર હત્યા જેવું સંકટ મહારાષ્ટ્ર પર જોવા મળી રહ્યું છે. છતાં સરકાર કુંભકર્ણી નિદ્રામાં છે, એમ તેમણે જણાવ્યું હતું.

સામાજિક શાંતિભંગ
સત્તાધારી પક્ષ દ્વારા જાતિ ધર્મને નામને સામાજિક શાંતિભંગ કરવાનો પ્રયાસ ચાલુ છે. આ સરકારના વિરોધમાં જનતામાં આક્રોશ હોઈ સરકારને જવાબ પૂછવા માટે આંદોલન કરવામાં આવશે. આ આંદોલનમાં જિલ્લાના પ્રમુખ નેતા, માજી મંત્રી, સાંસદો, વિધાનસભ્યો, માજી સાંસદો, માજી વિધાનસભ્યો, મહિલા કોંગ્રેસ, યુવક કોંગ્રેસ, એનએસયુઆઈ, સેવાદળ, ઈન્ટક, સેલ અને વિભાગના પદાધિકારી અને કાર્યકરો મોટી સંખ્યામાં ભાગ લઈને ભાજપ સરકારનો વિરોધ કરશે, એમ તેમણે જણાવ્યું હતું.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us