કોંગ્રેસના કોર્પોરેટર ઉમેદવાર રાજકુમાર સિંહ રજ્જૂએ માફિયા અતીક અહેમદને શહીદનો દરજ્જો આપવા માટે તથા ભારત રત્ન આપવાની માગ કરી છે. રજ્જૂએ માફિયાની કબર પર તિરંગો પણ ચડાવ્યો અને કહ્યું કે, હું અતકીને ભારત રત્ન તથા સમ્માન અપાવીશ. આ બાબતે વીડિયો વાયરલ થતાં પોલીસે રજ્જૂની ધરપકડ કરી છે. સાથે જ પાર્ટીએ પણ છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધો છે.
કોંગ્રેસે રજ્જૂને વોર્ડ નંબર 43 આઝાદ સ્કેવરથી ઉમેદવાર બનાવ્યો હતો. પ્રચાર અભિયાન દરમ્યાન રજ્જૂએ આ વિવાવીદત વીડિયો આપીને કોંગ્રેસની મુશ્કેલીઓ વધારે દીધી છે. કોંગ્રેસ ઉમેદવારનું કહેવું છે કે, અતીક અહમદ પાંચ વાર ધારાસભ્ય અને સાંસદ રહી ચુક્યા છે. યોગી સરકારે તેનું મર્ડર કરી નાખ્યું છે. રજ્જૂએ મુખ્યમંત્રીના રાજીનામાની માગ કરી છે. સાથે જ કહ્યું કે, જ્યારે મુલાયમ સિંહ યાદવને પદ્મ સન્માન આપવામાં આવી શકે તો, અતીકને પણ ભારત રત્ન તથા શહીદનો દરજ્જો મળવો જોઈએ. રજ્જૂએ કહ્યું કે, અતીકને શહીદનો દરજ્જો આપીને સન્માન કેમ ન થાય.
પાર્ટીએ કહ્યું કે, તે માનસિક રીતે બીમાર છે
રજ્જૂના આ નિવેદન દરમ્યાન શહેર અધ્યક્ષ પ્રદીપ મિશ્ર અંશુમાન સહિત કેટલાય વરિષ્ઠ નેતા હાજર રહ્યા. શહેરના અધ્યક્ષે રજ્જૂને આવા નિવેદન આપતા રોક્યા અને બીજી તરફ લઈ ગયા, પણ રજ્જૂ અહીંથી અટક્યા નહોતા. કસારી-મસારી કબ્રસ્તાનમાં અતીક અને અશરફની કબર પર તિરંગો પણ ચડાવવા પહોંચ્યા હતા. રજ્જૂએ અતીકની કબર પર તિરંગો ચડાવવાની સાથે સાથે નારા પણ લગાવ્યા હતા. તેમણે બાજૂમાં આવેલી અસદની કબર પર પણ તિરંગો ચડાવ્યો.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w