કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે રેકોર્ડ જીત પ્રાપ્ત કરી છે. પાર્ટીને જબરદસ્ત બહુમત મળવાના કારણે ત્યાંના નેતાઓ અને કાર્યકર્તામાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. આ તમામની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ એક નિવેદન જાહેર કરીને ભાજપ પર કટાક્ષ કર્યો છે અને કહ્યું કે, ભાજપ અમને મેણા મારતી હતી કે, ‘કોંગ્રેસ મુક્ત ભારત’ બનાવશે. પણ હવે સચ્ચાઈ એ છે કે, ‘ભાજપ મુક્ત દક્ષિણ ભારત’ થઈ ગયું છે. કોંગ્રેસના આ નિવેદનની સચ્ચાઈ આખરે શું છે, તે અમે જણાવીશું.
આપને જણાવી દઈએ કે, કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમત મળ્યો છે. રાજ્યની 224 સીટમાંથી કોંગ્રેસને 136 સીટ મળી છે. જ્યારે ભાજપની ભૂંડી હાર થઈ છે. રાજ્યમાં ભાજપને સત્તા ખોવાનો વારો આવ્યો છે અને કુલ 65 સીટ પર સમેટાઈ ગઈ છે. જેડીએસે 19 અને અન્યને 4 સીટ મળી છે. કોંગ્રેસની સત્તામાં વાપસી પર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ નિવેદન આપ્યું છે અને કહ્યું કે, આ એક બહુ મોટી જીત છે. તેનાથી સમગ્ર દેશમાં એક નવી ઊર્જાનો સંચાર થયો છે. ખડગેએ કહ્યું કે, ભાજપ અમને મેણા મારતી હતી કે, અમે કોંગ્રેસ મુક્ત ભારત બનાવીશું, હવે સચ્ચાઈ એ છે કે, ભાજપ મુક્ત દક્ષિણ ભારત થઈ ગયું છે. અહંકારી નિવેદન હવે કામ નહીં કરે અને એક શાસકને લોકોને પીડા સમજવી જોઈએ.
શું છે ખડગેના દાવાની સચ્ચાઈ
હકીકતમાં જોઈએ તો, દક્ષિણ ભારતમાં પાંચ મુખ્ય રાજ્ય છે. તેમાં કર્ણાટક, તમિલનાડૂ, આંધ્ર પ્રદેશ, કેરળ અને તેલંગણાનું નામ સામેલ છે. કર્ણાટકને દક્ષિણનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે, પણ શનિવારે આવેલા પરિણામમાં ભાજપને કર્ણાટકમાં ભૂંડી હાર મળી છે અને સત્તા ખોવાનો વારો આવ્યો છે. આ રાજ્યમાં હારની સાથે સાથે ભાજપ માટે દક્ષિણના દરવાજા બંધ થઈ ગયા છે. કેમ કે તમિલનાડૂમાં ડીએમકે ગઠબંધનની સરકાર છે અને એમ કે સ્ટાલિન સીએમ છે. આંધ્ર પ્રદેશમાં વાઈએસઆર કોંગ્રેસ પાર્ટીની સરકાર છે અને વાઈએસ જગનમોહન રેડ્ડી સીએમ છે. કેરલમાં સીપીએમના નેતૃત્વવાળી લોકતાંત્રિક મોર્ચાની સરકાર છે અને પી. વિજયન સીએમ છે. આવી જ રીતે તેલંગણામાં બીઆરએસની સરકાર છે અને કે.ચંદ્રશેખર રાવ મુખ્યમંત્રી છે.
સાઉથના પાંચ રાજ્યોની સરકાર
- તમિલનાડૂ-ડીએમકે ગઠબંધની સરકાર
- આંધ્ર પ્રદેશ- વાઈએસઆર કોંગ્રેસની સરકાર
- કેરળ- સીપીએમ(લોકતાંત્રિક મોર્ચાની સરકાર)
- તેલંગણા- બીઆરએસની સરકાર
- કર્ણાટક- હાલની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને બહુમત મળ્યો
ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ભાજપ અને કોંગ્રેસની શું છે સ્થિતી
ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને કેન્દ્રશાસિત દિલ્હી અને જમ્મુ કાશ્મીર આવે છે. હાલના સમયમાં ભાજપના હાથમાં હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર છે, જ્યારે હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસ, પંજાબ અને દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે.
કોંગ્રેસને ગત વખત કરતા 58 સીટોનો ફાયદો, કર્ણાટકમાં ઉપર ચડ્યો ગ્રાફ
ઉત્તર ભારતના 6 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. અહીં હિમાચલ પ્રદેશમાં 4, હરિયાણામાં 10, ઉત્તર પ્રદેશમાં 80, ઉત્તરાખંડમાં 5, પંજાબમાં 13, રાજસ્થાનમાં 25, દિલ્હીમાં 7 અને જમ્મુ કાશ્મીરમાં 6 લોકસભા સીટો છે.
ઉત્તર ભારતમાં ભાજપની કુલ 118 લોકસભા અને 35 રાજ્યસભા સાંસદ છે. આ ઉપરાંત 447 ધારાસભ્ય છે. જ્યારે કોંગ્રેસની કુલ 9 લોકસભા અને 7 રાજ્યસભા સાંસદ છે, આ ઉપરાંત 217 ધારાસભ્યો છે.
દક્ષિણ ભારતની વાત કરીએ તો, ભાજપના કુલ 29 લોકસભા અને 7 રાજ્યસભા સાંસદ છે, અને 70 ધારાસભ્યો છે. જ્યારે કોંગ્રેસને કુલ 27 લોકસભા અને 7 રાજ્યસભા સાંસદ છે, આ ઉપરાંત 194 ધારાસભ્યો છે.
દક્ષિણના પાંચ રાજ્યોમાં કુલ 129 લોકસભા સીટ છે, તેમાંથી આંધ્ર પ્રદેશમાં 25, કેરલમાં 20, કર્ણાટકમાં 28, તમિલનાડૂમાં 39, તેલંગણામાં 17 સીટો છે. 2019માં લોકસભા ચૂંટણીમાં ભાજપે આ તમામ 129 સીટોમાંથી કુલ 29 પર જીત નોંધાવી હતી, કર્ણાટકમાં સૌથી સારુ પ્રદર્શન રહ્યું હતું. બાકીના ચાર રાજ્યોમાં નિરાશા હાથ લાગી હતી.
- આંધ્ર પ્રદેશમાં 25 લોકસભા, 11 રાજ્યસભા અને 175 વિધાનસભા સીટ છે. અહીં ભાજપને ફક્ત એક રાજ્યસભા સાંસદ છે. જ્યારે કોંગ્રેસનો એકેય સદનમાં સાંસદ નથી. બાકી સીટો બીજા દળ પાસે છે.
- કેરલમાં 20 લોકસભા, 9 રાજ્યસભા અને 140 વિધાનસભા સીટ છે. અહીં ભાજપનો એક પણ સાંસદ કે ધારાસભ્ય નથી. કોંગ્રેસના 21 ધારાસભ્ય, 14 લોકસભા સીટ અને એક રાજ્યસભા સીટ છે. બાકી સીટો અન્ય પાર્ટી પાસે છે.
- તમિલનાડૂમાં 14 લોકસભા સીટ, 18 રાજ્યસભા અને 234 વિધાનસભા સીટ છે. અહીં ભાજપના 4 ધારાસભ્ય, જ્યારે કોંગ્રેસના 18 ધારાસભ્ય, 8 લોકસભા અને એક રાજ્યસભા સાંસદ છે.
- કર્ણાટકમાં 28 લોકસભા, 12 રાજ્યસભા અને 224 વિધાનસભા સીટ છે. અહીં ભાજપના 25 સાંસદ, હવે 65 ધારાસભ્ય અને 6 રાજ્યસભા સાંસદ છે. જ્યારે કોંગ્રેસના 136 ધારાસભ્ય, એક લોકસભા અને 5 રાજ્યસભા સાંસદ છે.
- તેલંગણામાં 17 લોકસભા, 7 રાજ્યસભા અને 119 વિધાનસીટ છે. અહીં ભાજપના 4 સાંસદ, એક ધારાસભ્ય છે, કોંગ્રેસના 19, ત્રણ લોકસભા સાંસદ છે. અહીં બંને પાર્ટીના રાજ્યસભા સાંસદ નથી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w