મહારાષ્ટ્રના રત્નાગિરીના બારસુ વિસ્તારમાં બની રહેલા રિફાઈનરી પ્રોજેક્ટને લઈને ગઈકાલે સ્થાનિક મહિલાઓએ વિરોધ કર્યો હતો. આ પછી, ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે શિંદે સરકાર સ્થાનિક લોકોને ડરાવીને રિફાઇનરી પ્રોજેક્ટને બળજબરીથી લાવી રહી છે. જલિયાવાલા બાગ જેવુ વાતાવરણ સર્જયુ છે. પરંતુ શરદ પવારે આ પ્રોજેક્ટ અંગે સકારાત્મક નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે વિકાસનું કામ કરતી વખતે સ્થાનિક લોકોને વિશ્વાસમાં લો. આ પછી તેમણે એકનાથ શિંદે સરકારમાં ઉદ્યોગ મંત્રી ઉદય સામંત સાથે ફોન પર ચર્ચા કરી હતી .
ઉદય સામંત શરદ પવારને પણ મળ્યા હતા. આ પછી હવે સીએમ એકનાથ શિંદે અને શરદ પવાર વચ્ચે ફોન પર ચર્ચાના સમાચાર સામે આવ્યા છે. આ ચર્ચા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ તેજ થઈ ગઈ છે. ફોન પર શું વાત થઈ તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. પરંતુ સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે શું શરદ પવાર બારસુમા સ્થાપિત થનારી રિફાઈનરી પ્રોજેક્ટમાં મધ્યસ્થી કરવા આગળ આવી રહ્યા છે? કે પછી શરદ પવારના ભત્રીજા અજિત પવાર ભાજપના સંપર્કમાં હોવાનું કહેવાય છે તેથી એકનાથ શિંદે અને શરદ પવાર વચ્ચે અલગ ખીચડી રંધાઈ રહી છે?
શરદ પવાર બારસુ રિફાઈનરી પ્રોજેક્ટની સમસ્યા ઉકેલવા તૈયાર?
શિંદે જૂથ વતી, ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે કહ્યું હતું કે આજે ઠાકરે જૂથ દ્વારા રિફાઇનરી પ્રોજેક્ટ સામે વિરોધ કરવા પાછળનું કારણ સમજની બહાર છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાના વિરોધને કારણે નાનારમાં રિફાઇનરી પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ ખુદ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને તેમના મુખ્યમંત્રી પદ દરમિયાન બરસુની જગ્યા પસંદ કરવાનું સૂચન કર્યું હતું.
શું શરદ પવાર ઉદ્ધવ ઠાકરે જૂથના વિરોધને રોકશે?
ત્યારે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે બરસુની 1300 એકર જમીનમાંથી 900 એકર જમીન બંજર છે. અહીં એક ઝાડવું પણ ઉગતું નથી. તેથી સ્થાનિક લોકોના વિસ્થાપનની સમસ્યા પણ સામે આવશે નહીં. હવે જ્યારે માટી પરિક્ષણ અને સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે ત્યારે મોટાભાગના સ્થાનિક લોકોના સમર્થનમાં હોવા છતાં અમુક લોકોને ઉશ્કેરીને અડચણો ઉભી કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દેવેન્દ્ર ફડણવીસે પણ ગઈ કાલે આ મુદ્દે કહ્યું હતું કે આ એ જ લોકો છે જેઓ બૂમો પાડતા રહે છે કે ઉદ્યોગો મહારાષ્ટ્રમાંથી બહાર જઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીનો આ સૌથી મોટો પ્રોજેક્ટ છે. સૌથી મોટું રોકાણ. તેમાં અડચણો નાખવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
અજિત પવારની ચર્ચાઓ વચ્ચે, શું શિંદે-પવાર વચ્ચે અલગ ખીચડી પાકે છે?
બીજી એક નોંધનીય બાબત એ છે કે અજિત પવાર ભાજપના સંપર્કમાં હોવાના અને આગામી સીએમ બનવાના સમાચાર વારંવાર સામે આવી રહ્યા છે. જે ભાજપના વરિષ્ઠ નેતા સુધીર મુનગંટીવારે કહ્યું હતું કે જો અજિત પવાર ભાજપ સાથે આવે છે તો તેમનું સ્વાગત છે. આવી સ્થિતિમાં સીએમ એકનાથ શિંદે ત્રણ દિવસની રજા પર પોતાના ગામ સાતારા ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી સીએમ તરીકે અજિત પવારનું નામ સામે આવ્યા બાદ તેઓ ભાજપથી નારાજ છે. જોકે મોડી રાત્રે સીએમ શિંદેએ સતારમાં મીડિયા સાથે વાત કરતા આ સમાચારને નકારી કાઢ્યા હતા. તેમ છતાં તેમણે આજે શરદ પવાર સાથે ફોન પર ચર્ચા કરી છે તેથી આ ચર્ચાને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ થશે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w