સરકાર દ્વારા પહેલી એપ્રિલથી કેટલાક મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા હતા, જેની ઘોષણા નાણાં પ્રધાન નિર્મલા સિતારમણ દ્વારા બજેટમાં કરવામાં આવી હતી અને આ બધા વચ્ચે હવે એક બીજી મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. આ માહિતી છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને સંબંધિત… સરકાર દ્વારા જીએસટી નેટવર્ક ટ્રાન્ઝેક્શનના નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. આ નવા નિયમ પહેલી મે, 2023થી લાગૂ કરવામાં આવશે અને આ નિયમોનું પાલન કરવું આવશ્યક હશે.
નવા નિયમ અનુસાર પહેલી મેથી કોઈ પણ ટ્રાન્ઝેક્શનની સ્લીપ ઇન્વોઇસ રજિસ્ટ્રેશન પોર્ટલ પર 7 દિવસોની અંદર અપલોડ કરવાની ફરજિયાત હશે. જીએસટી કમ્લાયન્સના સમય પાલન માટે નિયમોમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે. 100 કરોડથી વધારે ટર્નઓવરવાળા બધા જ કારોબારીઓ માટે પહેલી મેથી આ નવા નિયમ પાલન કરવાનું બંધનકારક હશે.
નવા નિયમ હેઠળ 100 કરોડથી વધારે ટર્નઓવરવાળા કારોબાર 7 દિવસથી વધારે જૂના ઇન વોઇસ અપલોડ નહીં કરી શકે, આનો સીધેસીધો અર્થ એ થાય છે કે 7 દિવસથી વધારે જૂના ટ્રાન્ઝેક્શનની સ્લીપ GSTN પર અપલોડ નહિ કરી શકાય અને તેના પર રિટર્ન પણ ક્લેમ નહીં કરી શકાય. જોકે, આ નિયમ માત્ર ઇન્વોઇસ માટેનો છે. ડેબિટ અને ક્રેડિટ નોટ્સને 7 દિવસ પછી પણ અપલોડ કરી શકાશે.
જીએસટી નિયમ કહે છે કે, જો કોઈ ઇન વોઇસ IRP પર અપલોડ નહિ થાય, તો તેના પર કારોબારી ઈનપુટ ટેક્સ ક્રેડિટનો ફાયદો નહિ ઉઠાવી શકો. ITC દ્વારા કાચા માલ અને ઉત્પાદનના અંતિમ ઉત્પાદન વચ્ચેનો તફાવત પાછો મેળવવા માટે ક્લેમ કરવામાં આવે છે. અત્યારે કંપનીઓ ગમે ત્યારે તેનું ઈ-ઇનવોઇસ અપલોડ કરી શકે છે. પરંતુ પહેલી મેથી આ નવો નિયમ અમલમાં બાદ તેમની પાસે માત્ર 7 દિવસનો જ સમય હશે.
આ નવા નિયમથી શું ફાયદો થશે એ બાબતે નિષ્ણાતોનું એવું માનવું છે કે આ નવો નિયમ જીએસટી કલેક્શનને વધારવામાં મદદ કરશે. સાથે સાથે જ કંપનીઓને સમય પર આઈટીસીનો લાભ પણ મળી જશે. તેનો ઉદ્દેશ ડિજિટાઈઝેશનની પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવાનો છે. સરકાર હાલમાં જ 100 કરોડથી વધારે ટર્નઓવરવાળા કારોબાર કે કંપનીઓ માટે પણ દરેક ટ્રાન્ઝેક્શન માટે GST ઇન્વોઇસ જનરેટ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું.
આ પ્રક્રિયાને ધીરે ધીરે લાગૂ કરવામાં આવી રહી છે અને વહેલી તકે તેને બધા જ કારોબારીઓ માટે અનિવાર્ય કરી દેવામાં આવશે. હાલમાં 10 કરોડથી વધારે ટર્નઓવરવાળા કારોબારીઓને બધા જ B2B ટ્રાન્ઝેક્શનનું ઈલેક્ટ્રોનિક ઈનવોઈસ બનાવવાનું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. સરકારે 1 ઓક્ટોબર, 2022થી આ નિયમ લાગૂ કરી દીધો છે. હવે IRP પર સમયસર ઈનવોઈસ અપલોડ થવાના કારણે સરકાર અને ઉદ્યોગ બંનેને ફાયદો થશે. એક તરફ જીએસટી કલેક્શનને વધારવામાં મદદ મળશે અને કારોબારીઓને આઈટીસીનો લાભ પણ જેમ બને તેમ જલદી મળવામાં મદદ મળી રહેશે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w