વાશી એપીએમસી માર્કેટ દાણાબંદર સ્થિત ઓધવધામમાં ગુરુવાર તા.૩૦-૩-૨૦૨૩ના રોજ રામનવમી અને ભગવાન શ્રી ઓધવરામની જન્મ જયંતી ધામધૂમથી ઉજવવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન ઓધવરામ પ્રેમી સત્સંગ મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અહીં છેલ્લા ૧૧ વર્ષથી આ ઉજવણી ઊં ગલી પાસે ગ્રાઉન્ડમાં ઉજવવામાં આવતી હતી. પરંતુ આ વર્ષે ઓધવરામ ભક્તો માટે માર્કેટમાં જ ઓધવધામનું નિર્માણ થઈ જતા આ વર્ષે ભક્તોમાં અનેરો ઉત્સાહ હતો. ઉજવણીનું આ ૧૨ મું વર્ષ હતું જેમાં મોટી સંખ્યામાં બહેનોએ પણ હાજરી આપી હતી. સર્વે ઓધવપ્રેમીઓ દ્વારા આ પ્રસંગે આરતી કરી ભક્તિભાવભર્યા વાતાવરણમાં પૂજા અર્ચના કરી હતી. ત્યાર બાદ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માર્કેટના દરેક ઘટકો સહભાગી થયા હતા.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz