જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ અને એરલાઇનની જૂની ઓફિસો પર શુક્રવારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)દ્વારા રૃા. ૫૩૮ કરોડની કથિત બેંક છેતરપિંડીના કેસ સંબંધમાં દરોડા પાડવામાં આવ્યા હતા એમ, અધિકારીઓએ જણાવ્યું હતું.
સીબીઆઇએ કેનેરા બેંકની ફરિયાદ બાદ ગોયલ, તેમની પત્ની અનિતા, ભૂતપૂર્વ ડિરેક્ટર ગૌરાંગ આનંદ શેટ્ટી અને બેંકના અધિકારીઓ સામે કેસ નોંધ્યો હતો. ફરિયાદમાં તેમની સામે ફંડ ડાયવર્ટ કરવાનો અને બેંકને નુકસાન પહોંચાડવાનો આરોપ છે.
સીબીઆઇના અધિકારીઓએ મુંબઇમાં સાત જગ્યાએ છાપો મારીને સર્ચ ઓપરેશન હાથધર્યું હતું. વર્ષ ૨૦૧૯માં નાણાકીય મુશ્કેલીઓના કારણે જેટ એરવેઝની કામગીરી બંધ કરી દીધી હતી. નાદારી પછી જૂન ૨૦૨૧માં યુએઇ સ્થિત બિઝનેસમેન મુરારી લાલ જાલાન અને લંડનના કાલરોક કન્સોર્ટિયમ વચ્ચેની ભાગીદારી દ્વારા એરલાઇનને હસ્તગત કરવામાં આવી હતી. જેટ એરવેઝની સેવાઓ ૨૦૨૨માં ફરી શરૃ થશે એમ માનવામાં આવતું હતું, પરંતુ આવું થઇ શક્યું નહી તેની ફ્લાઇટની યોજના સતત સ્થગિત કરવામાં આવી રહી છે.
સીબીઆઇએ જેટ એરવેઝ અને તેના સ્થાપકો પર ફંડની ઉચાપતનોઆરોપ મૂક્યો છે. એજન્સીના જણાવ્યા મુજબ ૧ એપ્રિલ ૨૦૧૧થી ૩૦ જૂન, ૨૦૧૯ વચ્ચે એરલાઇને વ્યાવસાયિક અને કન્સલ્ટન્સી પર આશરે રૃા. ૧.૧૫૨ કરોડનો ખર્ચ કર્યો હોવાનું માલૂમ પડયું હતું. જેટ એરવેઝ સાથે જોડાયેલા એકમોમાં કુલ ૧૯૭.૫૭ કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની જાણ થઇ હતી. એમાં એરલાઇનના મુખ્ય સંચાલક કર્મચારીઓ પણ સામેલ હતા.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w