એનસીબી મુંબઈ ઝોનના ભૂતપૂર્વ વડા સમીર વાનખેડેના (Sameer Wankhede) ઘર પર ભ્રષ્ટાચારના કેસમાં CBIએ શુક્રવારે (12મે) દરોડા પાડ્યા. સીબીઆઈએ જણાવ્યું કે દિલ્હી, મુંબઈ અને રાંચી સહિત 19 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankhede) વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો છે. સમીર વાનખેડેએ ઓક્ટોબર 2021 માં મુંબઈમાં કોર્ડેલિયા ક્રુઝ શિપ પર વિવાદાસ્પદ ડ્રગ્સ દરોડાનું નેતૃત્વ કર્યું હતું અને એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન સહિત અન્ય લોકોની ધરપકડ કરી હતી. એજન્સીએ ચાર શહેરો – દિલ્હી, મુંબઈ, કાનપુર અને રાંચીમાં વાનખેડેના ઘર પર અને 28 અન્ય સ્થળોએ તપાસના ભાગરૂપે અન્ય બે જાહેર સેવકો અને બે ખાનગી વ્યક્તિઓના ઘર પર દરોડા પાડ્યા.
એનસીબીએ લાંચ કેસમાં વાનખેડે અને અન્ય લોકોની તપાસ કરવા માટે સીબીઆઈને પત્ર લખ્યો હતો. વાનખેડેને ગયા વર્ષે એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ કોર્ડેલિયા દરોડામાં વિસંગતતા શોધી કાઢી હતી અને આર્યન ખાનને ક્લીનચીટ મળ્યા બાદ NCBમાંથી દૂર કરવામાં આવ્યો હતો. સમીર વાનખેડે હાલમાં ચેન્નાઈમાં ડાયરેક્ટર જનરલ ઓફ ટેક્સપેયર્સ સર્વિસીસ (DGTS)ની ઓફિસમાં કાર્યરત છે.
ગયા અઠવાડિયે એનસીબીએ પોલીસ અધિક્ષક રેન્કના અધિકારી – વિશ્વ વિજય સિંહને એજન્સીની સેવામાંથી દૂર કર્યા હતા. સમીર વાનખેડે ભારતીય રેવન્યુ સર્વિસ (IRS) અધિકારી છે. વર્ષ 2021 માં તેમના નેતૃત્વ હેઠળ NCBએ એક જહાજમાંથી 13 ગ્રામ કોકેન, પાંચ ગ્રામ મેફેડ્રોન, 21 ગ્રામ ગાંજો, 22 એમડીએમએ ટેબ્લેટ અને ₹1.33 લાખ રોકડ જપ્ત કરવાનો દાવો કર્યો હતો. એજન્સીએ કલાકોની પૂછપરછ બાદ 3 ઓક્ટોબરે 14 લોકોની ધરપકડ કરી હતી અને આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુમ ધામેચાની ધરપકડ કરી હતી. ત્યારબાદ એજન્સીએ દરોડાના સંદર્ભમાં વધુ 17 લોકોની ધરપકડ કરી હતી.
આર્યન ખાનને મળી ક્લીનચીટ
વોટ્સએપ ચેટના આધારે વાનખેડે ટીમે દાવો કર્યો હતો કે આરોપીઓ મોટા કાવતરાનો ભાગ હતા. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આર્યન ખાન કેટલાક વિદેશી ડ્રગ સપ્લાયરના સંપર્કમાં હતો અને ચેટમાં “હાર્ડ ડ્રગ્સ” અને “મોટી માત્રા” નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પરંતુ NCBના દાવાને ફગાવી દેતા, બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ નીતિન ડબલ્યુ સાંબ્રેની સિંગલ બેન્ચે ગયા વર્ષે ઓક્ટોબરમાં કહ્યું હતું કે કોઈ ષડયંત્ર હોવાના કોઈ પુરાવા નથી.
મીડિયા રિપોર્ટ મુજબ દરોડાની પુનઃ તપાસ માટે NCB દ્વારા રચવામાં આવેલી ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સંજય કુમાર સિંઘની આગેવાની હેઠળની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને પુરાવા મળ્યા નથી કે એકટરનો પુત્ર મોટા ડ્રગ્સ ષડયંત્રનો ભાગ હતો. એસઆઈટીને નાટકીય દરોડામાં ઘણી ગેરરીતિઓ પણ મળી આવી હતી. SITએ ગયા વર્ષે મે મહિનામાં 14 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી, પરંતુ આર્યન ખાનને ક્લીનચીટ આપવામાં આવી હતી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w