મુલુંડ પૂર્વના મીઠાગર વિસ્તારમાં બિલ્ડિંગના પાર્કિંગમાંથી કાર ચોરાયાની ઘટના સામે આવી છે. ચોર દ્વારા પાર્કિંગમાંથી કારની ચોરી કરાઈ હોવાના બનાવથી શહેરીજનોમાં ભયનો માહોલ સર્જાયો છે અનેસોસાયટીની સુરક્ષા જોખમમાં મુકાઈ છે. તાજેતરમાં મુલુંડ મીઠાગર રોડ સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટમાં રહેતા ઉદય શાહે તેમની ઈનોવા ક્રિસ્ટા કાર તેમના બિલ્ડિંગના પાર્કિંગમાં પાર્ક કરી હતી. તેનો ડ્રાઈવર રાબેતા મુજબ આવ્યો અને તેણે કાર સાફ કરી અને ચાવી ત્યાં જ છોડી દીધી. ત્યારપછી બીજા દિવસે બપોરે ૧ વાગ્યાની આસપાસ તેમના બિલ્ડિંગના ચેરમેને ઉદયને ફોન કરીને જણાવ્યું કે તેમની કાર પાર્કિંગમાં નથી. ઉદયે પાર્કિંગમાં આવીને જોયું કે તેમની કાર ગાયબ હતી. આ પછી તેમણે તેના ડ્રાઈવરને આ અંગે પૂછ્યું. ડ્રાઈવરને પણ કાર અંગે કોઈ માહિતી ન હોવાથી પાર્કિંગમાંથી કોઈ વ્યક્તિ ચોરી કરવાના ઈરાદે કાર લઈ ગઈ હોવાની શંકા ગઈ હતી. જેથી તેઓ નવઘર પોલીસ સ્ટેશન ગયા અને કાર ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
બિલ્ડીંગના પરિસરમાં ઘૂસીને પાર્કિંગમાંથી સીધી કારની ચોરી કરાઈ હોવાની ઘટનાને પગલે આ વિસ્તારના નાગરિકોમાં ગભરાટનો માહોલ છે. અવારનવાર રાત્રિના સમયે પાર્કિંગમાં વાહનો પાર્ક કરવામાં આવે છે. કેટલીક ઈમારતોમાં રાત્રિના સમયે સિક્યોરિટી ગાર્ડ પણ હોતા નથી. આવા સમયે ચોરો દ્વારા આવી ઘટનાઓને અંજામ આપવામાં આવે છે. જો આવા વાહન ચોરોને સમયસર પકડવામાં નહીં આવે તો ભવિષ્યમાં વાહન ચોરીના બનાવો વધી શકે છે. તેથી જ આવા ચોરો પર લગામ કસવાનો નવઘર પોલીસ સામે પડકાર ઉભો થયો છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz