2017માં અભિનેતા સલમાન ખાને ભાડાકરાર પર આપેલી જગ્યાના કરાર રદ કરતાં કોફી કંપનીએ તે રોકવા માટે કરેલી અરજી રદ કરવામાં આવી છે.લિન્કિંગ રોડ પર ચાર માળમાં ફેલાયેલી 27,650 ચો.ફૂટ જગ્યામાં હાલ ફ્યુચર રિટેઈલ લિમિટેડની સબસિડિયરી ટીએનએસઆઈ રિટેઈલ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ખાદ્ય અને પીણાંની ફૂડહોલ સુપરમાર્કેટ ચલાવવામાં આવે છે.ફૂડહોલ સ્ટોર્સમાં કોઈનોનિયા કોફી પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કોફી શોપ ચલાવવામાં આવી છે, જે ટીએનએસઆઈની માલિકીનો છે. સલમાને 30 એપ્રિલ, 2023થી ભાડાકરાર રદ કરાશે એવું જણાવ્યું હતું.
આ સામે કોઈનોનિયા કોફી દ્વારા નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલમાં અરજી કરાઈ હતી, જેને શુક્રવારે નકારી કઢાઈ હતી.ટ્રિબ્યુનલના અધ્યક્ષ જસ્ટિસ અશોક ભૂષણ અને મેમ્બર (ટેક્નિકલ) બરુન મિત્રા દ્વારા બાંદરા લિન્કિંગ રોડ વિસ્તારમાં આવેલા ફૂડહોલ સ્ટોરમાં સ્ટોર ચલાવતી કોઈનોનિયા કોફી પ્રાઈવેટ લિમિટેડ દ્વારા દાખલ અરજી નકારી કાઢવામાં આવી હતી. આ અપીલમાં રોક લગાવવાનું કોઈ કારણ અમને દેખાતું નથી, એમ ટ્રિબ્યુનલે નોંધ્યું હતું.સલમાને કિશોર બિયાનીની માલિકીની ફ્યુચર રિટેઈલની સબસિડિયરી ટીએનએસઆઈ રિટેઈલ પ્રાઈવેટ લિમિટેડ સાથે ભાડાકરાર કર્યા હતા.
ટીએનએસઆઈ આ મિલકતમાં ફૂડહોલ સ્ટોર ચલાવે છે.કોઈનોનિયાએ ટ્રિબ્યુનલમાં ધા નાખીને એવી દલીલ કરી કે ફૂડહોલ હાલમાં ફડચામાં ગયેલી ફ્યુચર રિટેઈલની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી છે. અરજીમાં જણાવાયું કે કોઈનોનિયા સ્પેશિયાલ્ટી કોફીના વેપારમાં છે અને 2018થી ખાસ રોસ્ટિંગ અને કોફી સર્વિસ ભાગીદાર તરીકે ફૂડહોલ વેપારમાં સંકળાયેલી છે.ટ્રિબ્યુનલને જણાવાયું કે ફ્યુચર રિટેઈલ ફડચામાં ગઈ હોવાથી કોઈનોનિયાએ રિઝોલ્યુશન પ્રોફેશનલ (આરપી)ને ફૂડહોલના વેપારનો કબજો લેવા અને લેણાં ચૂકવવા માટે પૂછ્યું હતું. જોકે આરપીએ પ્રતિસાદ આપ્યો નહોતો.
અરજદાર કોઈનોનિયાએ પછી એડજ્યુડિકેટિંગ ઓથોરિટી પાસે અરજી કરી હતી, જેણે 22 ફેબ્રુઆરી પર આદેશ આરક્ષિત રાખ્યો હતો.કોઈનોનિયાએ જણાવ્યું કે ઓથોરિટી દ્વારા આદેશ આરક્ષિત રખાયો હોવાથી ટીએનએસઆઈ અને એક્સ-મેનેજમેન્ટે સલમાન ખાન જેવા લાઈસન્સરો સાથે ફૂડહોલ સ્ટોર બંધ કરવા માટે સંઘર્ષ શરૂ કર્યો હતો.
અરજદારે ઓથોરિટીને આદેશ જાહેર કરવા વિનંતી કરી હતી, જે વિનંતી 29 માર્ચ, 2023ના આદેશમાં નકારી કઢાઈ હતી. આ પછી કોઈનોનિયા કોફીએ ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી, જેમાં સલમાનની તરફેણમાં ચુકાદો આવ્યો છે. કોઈનોનિયા વતી આકાશી લોઢા અને રવિ રઘુનાથે દલીલો કરી હતી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w