September 16, 2024
11 11 11 AM
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code
શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ
અવસાન નોંધ
રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા
શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન
સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક
બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન
Breaking News
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ અવસાન નોંધ રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન

સાતારાથી ડોમ્બિવલી આવતી બસને પુણેમાં ટ્રકે ટક્કર મારીઃ ચારનાં મોત

– બસના ત્રણ પ્રવાસી અને ટ્રકનો ડ્રાઇવર માર્યા ગયા, બ્રેક ફેલ થઈ જતાં દુર્ઘટના બની હોવાની શંકાઃ પુણે -બેંગ્લુરુ હાઈવે પર ટ્રાફિક જામ, નવલે પુલ પાસે સ્વામિનારાયણ મંદિર નજીક દુર્ઘટનામાં 18 ઘાયલ

પુણેના નવલે પુલ પાસે રવિવારે વહેલી સવારે એક ટ્રક ખાનગી બસ સાથે ધડાકાભેર અથડાતા ચાર જણના મોત થયા હતા જ્યારે ૧૮ જણ ઇજા પામ્યા હતા. આ ઘટના મુંબઇ- બેંગલુરું નેશનલ હાઇવે પર સ્વામિનારાયણ મંદિર પાસે વહેલી સવારે બેથી અઢી દરમ્યાન બની હતી.

આ સંદર્ભે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સાતારાથી મુંબઇ-ડોમ્બિવલી તરફ આવી રહેલા એક ખાનગી લકઝરી બસ સાથે પાછળથી આવી રહેલ એક ટ્રક ધડાકાભેર અથડાઇ હતી આ  દુર્ઘટનામાં ચાર જણના મોત થયા હતા જ્યારે ૧૮ જણ ઇજા પામ્યા હતા. ટ્રકની બ્રેક ફેલ થતા અને ટ્રક  ચાલકે ટ્રક પરનું નિયંત્રણ ગુમાવતા આ  દુર્ઘટના સર્જાઇ હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ દુર્ઘટનામાં ટ્રક ડ્રાઇવરનું પણ મોત નીપજ્યું હતું.

આ ઘટનાની જાણ થતા જ મેડિકલ ઇમરજન્સી સર્વિસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને પીડિતોને મદદ પૂરી પાડી હતી. ઘાયલોમાંથી ૧૩ જણને નવલે હોસ્પિટલ, દીનાનાથી મંગેશકર હોસ્પિટલ અને સાસૂન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. 

આ ઘટના  સંદર્ભે પુણે જિલ્લા પરિષદના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર આયુષ પ્રસાદે જણાવ્યું હતું કે ડ્રાઇવરનો થાક એ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. આવા અકસ્માતોને રોકવા આ બાબતે વિચારવાની ખૂબ જ આવશ્યકતા છે. આ ઉપરાંત  રાતના  સમયે વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવાની જરૂર છે. મુસાફરી પહેલા પૂરતો આરામ કરો, નિયમિત વિરામ લો અને રસ્તા પરના અન્ય ડ્રાઇવરોનું પણ યોગ્ય ધ્યાન રાખો. આ ઉપરાંત જો રસ્તા પર કોઇ વાહનચાલક બેફામ ડ્રાઇવિંગ કરતો હશે તે તેનાથી સલામત અંતર જાળવી તેની જાણ સ્થાનિક પોલીસને કરો.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us