મુંબઈ અને અમદાવાદ વચ્ચેની મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેનના પ્રકલ્પને ઝડપથી પાર પાડવા માટે રેલવે મંત્રાલય, કેન્દ્ર સરકાર અને એજન્સી (એનએચએસઆરસીએલ) કમર કસી રહી રહી છે, ત્યારે મુંબઈના રેલવે સ્ટેશન અને ટનલ નિર્માણની કામગીરી પ્રગતિભણી છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ) દ્વારા 21 કિલોમીટર (દરિયામાં સાત કિલોમીટર)ની લાંબી ટનલ નિર્માણના કામકાજ માટે ફાઈનાન્શિયલ બિડ ખોલી હતી. આ બંને બિડ પૈકી ટેક્નિકલ બિડને આજે ખોલવામાં આવી હતી, જ્યારે ટેક્નિકલ બિડના ટેન્ડર નવમી ફેબ્રુઆરી, 2023ના ખોલવામાં આવ્યું હતું.
21 કિલોમીટર લાંબી ટનલના નિર્માણ કાર્ય માટે 15.4 કિલોમીટરના કોરિડોરમાં સ્ટ્રક્ચર તૈયાર કરવા માટે ટનલ બોરિંગ મશીન (ટીબીએમ)નો ઉપયોગ કરવામાં આવશે, જ્યારે બાકીના સ્ટ્રક્ચર માટે ન્યૂ ઓસ્ટ્રેયિન ટનલિંગ મેથડનો ઉપયોગ કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. મુંબઈથી અમદાવાદ વચ્ચેના 508 કિલોમીટરના બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે કાપવામાં આવનાર 1,828 વૃક્ષોની જગ્યાએ 5,300 વૃક્ષ વાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈમાં વિક્રોલીના 3.9252 હેક્ટરના વિસ્તારના વૃક્ષને અસર થશે, તેથી 141 વૃક્ષોને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે, એમ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ)એ અધિકારીએ જણાવ્યું હતું. આ ઉપરાંત, અહીંના વિસ્તારમાંથી બે હેકટરમાં ટ્રેક્શન સબસ્ટેશન, ડિસ્ટ્રિબ્યુશન સબસ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ અથવા બુલેટ ટ્રેનના પ્રસ્તાવિત પ્રકલ્પનું કામકાજ 35 ટકા પૂરું થયું છે. ઓગસ્ટ, 2026માં ગુજરાત (પહેલા તબક્કા)માં સુરત અને બિલિમોરાની વચ્ચે અને મુંબઈથી અમદાવાદ વચ્ચે 2027માં સંપૂર્ણ કોરિડોરમાં હાઈ સ્પીડની બુલેટ ટ્રેન ચાલુ કરવામાં આવશે, એવું અધિકારીએ જણાવ્યું હતું.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz