મુલુંડ વેસ્ટ જેએન રોડ અને તેની આસપાસના વિસ્તારો તેમજ દેવીદયાલ રોડ, મુલુંડ પૂર્વના કેટલાક વિસ્તારોમાં વૃક્ષો કાપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
વરસાદ દરમિયાન ઝાડની ડાળીઓ પડી જવાને કારણે પાણી ભરાવા અને ટ્રાફિક જામ તેમજ કટોકટીની સ્થિતિને રોકવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ મુલુંડ સહિત મુંબઈભરમાં વૃક્ષોની કાપણી શરૂ કરી છે. જેથી આગામી ચોમાસામાં નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં.
મુંબઈમાં ચોમાસા પહેલાં જ્યાં મુંબઈ મહાનગરપાલિકા દ્વારા નાળાંઓની સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ વૃક્ષો કાપવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. ઘણીવાર એવું જોવા મળે છે કે ભારે વરસાદ દરમિયાન ઝાડની ડાળીઓ પડી જવાથી પાણી ભરાઈ જાય છે અને લાંબા સમય સુધી ટ્રાફિક જામ રહે છે. આગામી ચોમાસામાં નાગરિકોને આવી સમસ્યાઓનો સામનો કરવો ન પડે, એ માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલાં વૃક્ષોની કાપણીનું કામ શરૂ કરવામાં આવેલ છે. મુલુંડ ટી વોર્ડમાં પણ ચોમાસા પહેલાં વૃક્ષો કાપવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. મુલુંડ વેસ્ટ જેએન રોડ અને તેની આસપાસના વિસ્તારો તેમજ દેવીદયાલ રોડ, મુલુંડ પૂર્વના કેટલાક વિસ્તારોમાં વૃક્ષો કાપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
આ અંગે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું કે ચોમાસાના કારણે વૃક્ષોની કાપણી ત્રણ ભાગમાં કરવામાં આવે છે. જેમાં પ્રિ-મોન્સુન દરમિયાન વૃક્ષો કાપવામાં આવે છે. જે ભારે વરસાદને કારણે ખતરનાક અથવા તૂટી પડે તેવી સ્થિતિમાં જોવા મળે છે. જ્યારે ચોમાસા દરમિયાન ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થતા નાગરિકો અને વાહનોને નુકસાન કરનાર વૃક્ષોની કાપણી કરાય છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz