મુલુન્ડ ચેકનાકા પાસેથી ઝોમેટો ડિલીવરી બોયની મોટરસાઈકલ ચોરાઈ ભાંડુપ (વે)માં રહેતો અને ઝોમેટોમાં ડિલીવરી બોયનું કામ કરતા મનિષ મિશ્રા (૧૯) એ તાજેતરમાં ડિલીવરી કર્યા બાદ પોતાના સુઝુકી એક્સેસ મોટર સાઈકલ પર મુલુન્ડ (વે)માં એલબીએસ માર્ગ પરથી રાત્રે સવા બે વાગ્યે પસાર થઈ રહ્યો હતો ત્યારે જોયઅલુક્કાસ જ્વેલરી શોરૂમની સામે આવેલા સુલભ શૌચાલયમાં જવું હોવાથી શૌચાલયની બહાર બાઈક પાર્ક કરીને અંદર ગયો અને થોડીવાર બાદ તે બહાર આવતાં તેની બાઈક ગુમ થયેલી જણાઈ. તેણે આજુબાજુના વિસ્તારમાં શોધ કરી પરંતુ તેનું વાહન ન મળતાં તેણે અજાણ્યા ચોરટા વિરૂદ્ધ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w