ચોમાસામાં જર્જરિત બિલ્ડીંગ પડવાથી કોઈ અનિચ્છનીય ઘટના ન સર્જયા તે માટે અત્યારથી પગલા લેવાનું શરુ કરી દીધું છે. મુલુન્ડમાં જૂના અને જર્જરિત બિલ્ડીંગોને સી-વન કેટેગરી જાહે૨ ક૨વા માટે ડેવલોપર અને ટી વોર્ડના અધિકારીઓ વચ્ચેની સાંઠગાંઠ જાણીતી છે અને મુલુન્ડના વિધાનસભ્ય મિહિર કોટેચાએ વિધાનસભાના ગત સત્રમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને આ પ્રકારે સી-વન કેટેગરીની બિલ્ડીંગ જાહેર કરીને અધિકારીઓ લાખો રૂપિયા મેળવતા હોવાનો પણ તેમણે આરોપ મૂક્યો હતો.
તાજેતરમાં એક અંગ્રેજી અખબારમાં એક ન્યુઝ આઈટેમ પ્રસિદ્ધ થઈ હતી કે બીએમસીએ તાજેતરમાં ચોમાસા પહેલાં કરેલા સર્વેમાં મુંબઈ શહેર અને ઉપનગરમાં કુલ મળીને ૨૧૬ બિલ્ડીંગો એવા શોધી કાઢ્યા છે કે જે તદ્દન જર્જરિત છે અને આવા ૨૧૬ જર્જરિત બિલ્ડીંગમાંથી ૯૭ બિલ્ડીંગો ચોમાસા પૂર્વે બીએમસી તોડી પાડશે.
આ અહેવાલ અનુસાર મુલુન્ડ ટી વોર્ડમાં બિલ્ડીંગો કે જેને સી-વન કેટેગરીના જાહેર કરવામાં આવ્યા છે તે રિપેર કરી શકાય તેમ ન હોવાથી તેને ચોમાસા પહેલાં તોડી પાડવામાં આવશે. આ સંબંધી મુલુન્ડ ટી વોર્ડના અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે બે વર્ષ પહેલાં મુલુન્ડ ઈસ્ટ અને મુલુન્ડ વેસ્ટનો સર્વે કરવામાં આવ્યો હતો અને તેમાં જર્જરિત બિલ્ડીંગો જણાયા તેવી ૮૦ ઈમારતી જર્જરિત જણાતાં તેનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવવામાં આવતાં આમાંના ૫૩ બિલ્ડીંગો તોડી પાડવામાં આવી છે.
બાકીના ૨૭ બિલ્ડીંગોમાંથી નવ બિલ્ડીંગના ભાડૂતો કોર્ટમાં ગયા છે આમ મુલુન્ડમાં ૧૮ બિલ્ડીંગો એવા છે કે આ તમામની હાલત અત્યંત દયનીય હોય આગામી ચોમાસા પૂર્વે મુલુન્ડ ઈસ્ટ અને વેસ્ટની કુલ મળી ૧૮ બિલ્ડીંગો તોડી પાડવામાં આવશે એમ મુલુન્ડ ટી વોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું. પરંતુ આ ૧૮ બિલ્ડીંગો કઈ છે તે માહિતી આપવાનો સર્વે કરવામાં આવ્યો હતો અને અધિકારીએ ઈન્કાર કર્યો હતો.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w