અંધેરી પૂર્વ અને પશ્ચિમને જોડતા ગોખલે પુલની બે લેન આગામી ચોમાસા પહેલાં શરૂ કરવાનું મુંબઈ મહાપાલિકાનું લક્ષ્ય હતું. પણ આ મુદત સુધી પુલ ખુલ્લો મૂકાશે નહીં. આ પુલના ગર્ડર તૈયાર કરવા જરૂરી પોલાદના ઉત્પાદકોની હડતાલના કારણે નિશ્ચિત મુદત સુધી પુલનું કામ પૂરું નહીં થાય.
અંધેરી પૂર્વ અને પશ્ચિમને જોડતા ગોપાલકૃષ્ણ ગોખલે રેલવે પુલને ફરીથી બાંધવાનું કામ ઝડપથી ચાલુ છે. નવા પુલ માટે ગર્ડર તૈયાર કરીને એ લગાડવાનું કામ મહાપાલિકા કરશે. એ પછી આ વખતના ચોમાસા પહેલાં પુલની બે લેન વાહનવ્યવહાર માટે ખુલ્લી કરવાનો ઉદ્દેશ મહાપાલિકા પ્રશાસને રાખ્યો હતો.
એના માટે મહાપાલિકા પ્રશાસને અને રેલવે અધિકારીઓની અનેક બેઠક થઈ. જોકે આ પુલના ગર્ડર માટે જરૂરી પોલાદના ઉત્પાદકોની હડતાલ ચાલુ હોવાથી આ કામ રખડી પડવાની શક્યતા અધિકારીઓએ વ્યક્ત કરી છે. હેંકોક પુલની બે લેન શરૂ કરવા માટે 6 વર્ષ લાગ્યા હતા. લોઅર પરેલનો પુલ ચાર વર્ષ પછી પણ હજી શરૂ થયો નથી. એની સરખામણીએ ગોખલે પુલ ઘણો મોટો છે. બે પ્રાધિકરણ વચ્ચે એક પ્રકલ્પ પૂરો કરતા ઘણી અડચણ આવે છે. એમાં આ પુલ નીચેથી ઘણી રેલવે લાઈન જાય છે. એટલે ઓછામાં ઓછા સમયમાં આ કામ પૂરું કરવું શક્ય ન હોવાનો મત કેટલાક એન્જિનિયરોએ વ્યક્ત કર્યો છે.
અંધેરી સબવેમાં પાણી ન ભરાય એટલે તકેદારી : ગોખલે પુલ જોખમકારક હોવાથી નવેમ્બરમાં બંધ કરવામાં આવ્યો છે. તેથી અંધેરી પરિસરના નાગરિકો માટે કેપ્ટન વિનાયક ગોરે ફ્લાયઓવર અને અંધેરી સબવે એમ બે જ વિકલ્પ છે. એમાં અંધેરી સબવે રેલવે સ્ટેશન નજીક હોવાથી ટુવ્હીલર ચાલકો આ જ માર્ગ પસંદ કરે છે.
રાહદારીઓ માટે પણ આ માર્ગ સહેલો છે. જોકે ચોમાસામાં અંધેરી સબવેમાં અતિવૃષ્ટિના સમયે મોટા પ્રમાણમાં પાણી ભરાય છે અને માર્ગ બંધ કરવો પડે છે. આ વર્ષે ગોખલે પુલ બંધ હોવાથી અંધેરી સબવે પર વાહનવ્યવહારનો તાણ છે. તેથી અંધેરી સબવેમાં પાણી ભરાય નહીં એ મમાટે પહેલાં જ તકેદારી લેવામાં આવી છે. આ સબવેમાં ઘણી ક્ષમતાવાળા પંપ લગાડવામાં આવશે.
ગર્ડર આવી રીતે તૈયાર થશે
રેલવે હદમાં પુલના ગર્ડર લગાડવાનું કામ મહાપાલિકાના કોન્ટ્રેક્ટર મારફત ચાલુ છે. 90 મીટર લાંબા ગર્ડર માટે થોડો ભાગ તૈયાર કરીને પુલ નજીક જોડવામાં આવશે. એ પછી એના સિમેન્ટ-કોંક્રિટ લગાડવામાં આવશે. આ છૂટા ભાગ તૈયાર કરવાનું કામ ચંડીગઢ ખાતે કરવામાં આવી રહ્યું છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w