ક્ષયના દર્દીઓને વધુ સારી સારવાર આપવા માટે KEM હોસ્પિટલમાં એક અલગ ટ્યુબરક્યુલોસિસ સેન્ટર શરૂ કરવામાં આવશે. હોસ્પિટલના બિલ્ડિંગના પાંચમા માળે ક્ષય રોગના બહારના દર્દીઓના વિભાગમાં જવા-આવવા દરમિયાન અન્ય દર્દીઓને પડતી અસુવિધાને ધ્યાનમાં રાખીને નવું કેન્દ્ર ગ્રાઉન્ડ ફ્લોર પર શરૂ કરવામાં આવશે. કેન્દ્ર ટૂંક સમયમાં શરૂ થાય તેવી શક્યતા છે.
કેઈએમ હોસ્પિટલના સીવીટીસી બિલ્ડિંગના પાંચમા માળે ક્ષયના દર્દીઓ માટે બહારના દર્દીઓનો વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. આ બિલ્ડિંગમાં અન્ય વિભાગો પણ આવેલા છે. તેથી અહીં કાયમ ભારે ભીડ રહે છે. ઉપરાંત પાંચમા માળે જતા ક્ષય રોગના દર્દીઓ અન્ય લોકોને પરેશાન કરે એવી પણ શક્યતા રહેલી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આ જ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ક્ષય રોગ વિભાગ ચાલુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સેન્ટર ચાલુ થયા બાદ ક્ષય રોગના દર્દીઓને અહીં જ તમામ સારવાર આપવામાં આવશે અને તેમને બીજા દર્દીઓ અને લોકો સાથે હળવું ભળવું નહીં પડે. ક્ષય રોગના દર્દીઓને તમામ અધતન સુવિધા પૂરી પાડવામાં આવશે. તેમના પ્રવેશ માટે પણ અલગ પ્રવેશદ્વાર બનાવવામાં આવશે, જેથી આ બિલ્ડિંગમાં આવતા અન્ય દર્દીઓને અગવડ ના પડે. હાલમાં આ ટીબી સેન્ટરનું કામ ચાલી રહ્યું છે અને તેને ટૂંક સમયમાં કાર્યાન્વિત કરવામાં આવશે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w