મુંબઈ પોલીસે ગોરેગાંવમાં એક હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો ભાંડાફોડ કર્યો છે. આ મામલામાં એક ભોજપુરી અભિનેત્રીની ધરપકડ થઈ, જ્યારે ત્રણ મોડલને છોડાવવામાં આવી છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે ગોરેગાંવની એક આલીશાન હોટલમાં સેક્સ રેકેટનો ખુલાસો થયો, જેમાં એક ભોજપુરી અભિનેત્રીની પણ ધરપકડ થઈ છે.
એક અધિકારીએ જણાવ્યું કે, ગુપ્ત સૂચનાના આધાર પર પોલીસની ઈંફોર્સમેંટ સેલની એક ટીમે સાંજના સમયે હોટલના રુમમાં દરોડા પાડ્યા. તેમણે કહ્યું કે, 24 વર્ષિય ભોજપુરી અભિનેત્રી આ ત્રણેય મોડલને એજન્ટ તરીકે કામ કરી રહી હતી, જેને બચાવવામાં આવી હતી.
ત્રણ દિવસ પહેલા થયો હતો ભાંડાફોડ
અધિકારીએ કહ્યું કે, ભોજપુરી ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત, અભિનેત્રી હિન્દી, પંજાબી અને અન્ય ક્ષેત્રીય ભાષામાં ઓટીટી શો અને આલ્બમમાં દેખાઈ ચુકી છે. પોલીસે આ મામલામાં એફઆઈઆર નોંધી છે. આ અગાઉ આ જ અઠવાડીયે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ યૂનિટે 11એ ગોરેગાંવમાંથી એક બીજા સેક્સ રેકેટનો ભાંડાફોડ કર્યો હતો. આ મામલામાં બે મોડલનું રેસ્ક્યૂ કર્યું હતું, જ્યારે એક 30 વર્ષની મહિલા કાસ્ટિંગ ડીરેક્ટરની અરેસ્ટ થઈ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w