સાંતાક્રઝ પશ્ચિમમાં 85 વર્ષના વૃદ્ધ ડોક્ટરની ક્રૂરતાથી હત્યા કરીને કેરટેકર ભાગી ગયો છે. ચોરીના ઉદ્દેશથી હત્યા કરી હશે એવી પોલીસને શંકા છે. કેરટેકરે સૌપ્રથમ વૃદ્ધના હાથ- પગ બાંધ્યા હતા, જે પછી ગળું દબાવીને જીવ લીધો હતો.મૃતક સાંતાક્રુઝ પશ્ચિમની એક ઈમારતના ત્રીજા માળના ફ્લેટમાં પત્ની ઉમા નાઈક સાથે વર્ષોથી રહેતા હતા. તેમનાં પત્ની પણ વ્યવસાયે ડોક્ટર હતાં. તેમને બે પુત્ર અને એક પુત્રી હોઈ પાર્લા, ચેમ્બુર અને નવી મુંબઈમાં રહે છે. દંપતી એકલું રહેતું હોવાથી કેરટેકર અને એક નોકરાણીને રાખવામાં આવી હતી.
નોકરાણી રસોઈ અને સાફસફાઈ કરીને નીકળી જતી જ્યારે કેરટેકર આખો દિવસ દંપતી સાથે રહેતો હતો. તે મુરલીધરના બેડરૂમમાં સૂઈ જતો. સોમવારે સવારે નોકરાણી આવી ત્યારે બેડરૂમનો દરવાજો ખુલ્લો દેખાયો. નજીક જોતાં મુરલીધર મૃતાવસ્થામાં પડેલા દેખાયા હતા. આથી પાર્લામાં તેમના દીકરાને જાણ કરી હતી, જે પછી પોલીસને જાણ કરાઈ હતી. કેરટેકરનું નામ કૃષ્ણા મનબહાદુર પેરિયાર (30) છે. 1 મેથી જ તેને રાખવામાં આવ્યો હતો. તે મધરાત્રે હત્યા કરીને ભાગી ગયો હોવાની શંકા છે. મુરલીધરની સોનાની ચેઈન અને રુદ્રાક્ષ માળા ચોરી થઈ હોવાની શંકા છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w