- પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે 150 ફૂટનો એસ્ટેરોયડ
- 6 એપ્રિલે પૃથ્વી પાસેથી પસાર થવાનો છે એસ્ટેરોયડ
- સ્પીડ સાંભળી ઉડી જશે હોંશ
પૃથ્વીની પાસે આવનાર એસ્ટેરોયડ હંમેશા ચર્ચામાં રહે છે. તેનું સૌથી મોટુ કારણ છે પૃથ્વીની સાથે અથડાવવાની સંભાવના અને તેના કારણે માનવ જીવન પર પડતી ભારે તબાહીનું અનુમાન, હાલમાં જ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશનની જેટ પ્રોપલ્શન લેબોરેટરીએ જણાવ્યું છે કે પૃથ્વીનો સામનો આવનાર દિવસોમાં આ એસ્ટેરોયડ સાથે ખૂબ નજીકથી થશે.
5 એસ્ટેરોયડ આવશે નજીક
નાસાએ જણાવ્યું કે પાંચ એસ્ટેરોયડ આપણા ગ્રહ સાથે સંપર્કમાં આવશે અને બે તો પૃથ્વીની સૌથી નજીક પહોંચી રહ્યા છે. નાસાએ એસ્ટેરોયડ વોચ ડેશબોર્ડ ખાસ તે એસ્ટેરોયડ અને ધૂમકેતુઓને ટ્રેક કરે છે જે પૃથ્વીની સાવ નજીક પહોંચી જાય છે અથવા તો પહોંચવાની સંભાવના હોય છે. તેના માધ્યમથી નાસા કોઈ પણ સંભાવિત ખતરનાક એસ્ટેરોયડ વિશે અગ્રિમ સુચના આપે છે.
પૃથ્વી તરફ આવી રહ્યા આ એસ્ટેરોયડ
એસ્ટેરોયઈડ 2023 FU6
એક નાનો 45 ફૂટનો એસ્ટેરોયડ પૃથ્વીના પોતાના નિકટ બિંદુ 1,870,000 કિમીની દૂરી પર આવી રહ્યો છે.
એસ્ટેરોયડ 2023 FS11
82 ફૂટનો એસ્ટેરોયડ 6,610,000 કિમીના અંતરથી પૃથ્વીની પાસેથી પસાર થશે.
એરોપ્લેનના આકારનો 92 ફૂટનો એસ્ટેરોયડ આજે 4 એપ્રિલે 2,250,000 કિમીની દૂરી પર પૃથ્વીના નજીક પહોંચશે.
એસ્ટેરોયડ 2023 FQ7
5 એપ્રિલે, 65 ફૂટના ઘરના આકારનો એક એસ્ટેરોયડ 5,750,000 કિમીની દૂરી પર પૃથ્વીની સૌથી નજીક પહોંચશે.
એસ્ટેરોયડ 2023 FZ3
પૃથ્વીની તરફ આવી રહેલા એસ્ટેરોયડમાં આ સૌથી મોટો છે. તેનો આકાર એક પ્લેન બરાબર છે. તેના 6 એપ્રિલે પૃથ્વીની પાસેથી પસાર થવાની આશા છે. 150 ફૂટ લાંબી ચટ્ટાન જે 67,656 કિમી પ્રતિ કલાકની રફતારથી પૃથ્વીની તરફ આવી રહી છે. પૃથ્વીના સૌથી નજીક 4,190, 000 કિમીની દૂરી પર હશે. જોકે એસ્ટેરોયડ પૃથ્વી માટે સંભવિત ગંભીર ખતરો પેદા નથી કરી રહ્યો.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz